આયર્લેંડ માટે 138 રનનું લક્ષ્ય

વેબ દુનિયા

સોમવાર, 8 જૂન 2009 (19:54 IST)
આઈસીસી ટ્વેંટી20 વિશ્વકપ ક્રિકેટ ટૂર્નામેંટની આજની મેચમાં આયર્લેંડે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ કરવાની તક આપી હતી. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા.

બાંગ્લાદેશ તરફથી મશરાફે મોરતાજાએ સૌથી વધારે 16 બોલમાં 33 રન બાનાવ્યા, જ્યારે તમીમ ઈકબાલે 22, જુનેદ સીદીકીએ 13, મોહમ્મદ અશરફે 14, જ્યારે રહીમે 14 રન બનાવ્યા હતાં.

બાંગ્લાદેશે શરૂઆતમાં જ જુનેદ સીદીકીની વિકેટ ગુમાવી પડી હતી. જેણે માત્ર 5 બોલમાં 13 રન ફટકાર્યા હતાં. બાદમાં બધા જ ખેલાડીઓએ પોતાનું યોગદાન આપી ટીમને 137 રન સુધી પહોચાડી હતી. હવે ટીમને જીતવાની આશાનો મદાર માત્ર બોલરો પર ટકેલો છે.

આયર્લેંડ તરફથી ડીજી જોનસ્ટને શાનદાર 3 વિકેટ લીધી હતી.

વેબદુનિયા પર વાંચો