દિવાળી પર ઘરને કેવી રીતે સજાવશો

તહેવારો આવતાં દરેક ગૃહિણીને ઘરની સાફ-સફાઈની અને સજાવટની સૌ પહેલાં ચિંતા થાય છે. તેઓ કઈક એવુ કરવાં માંગે છે જેનાથી પોતાનું ઘર આકર્ષિત બને. કેટલાંક લોકો જુની વસ્તુઓને કાઢી તેની જગ્યાએ નવી વસ્તુઓ વસાવે છે. દરેક વસ્તુ નવી લાવવી એ દિવાળીનું ખાસ આકર્ષણ છે. ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ઘરની સજાવટ કેવી રીતે કરશો અને તે પણ વાસ્તુને અનુરૂપ તે જાણો -
P.R


થોડીક ક્રિએટીવીટી અને આકર્ષક ઈંટીરિયર -
તહેવારોની સીઝનમાં ઘરનું ઈંટીરિયર થોડું ટ્રેડિશનલ હોવું જોઈએ. સામાન્ય દિવાઓને તમારી ક્રિએટીવીટીનો ઉપયોગ કરી વિભિન્ન રંગો અને બીડ્સથી સજાવો. આમાં નાના દીવાં મુકો જેથી કરીને તમે જ્યારે દિવામાં તેલ નાખીને પ્રગટાવો ત્યારે તે ખરાબ ન થાય . આ સિવાય કાઁચના કે પીત્તળના પૉટમાં પાણી ભરીને તેમાં ફૂલના પાદડાં અને ફ્લોટિંગ કેંડલ્સ નાખે દો. ઘરના મુખ્ય દરવાજે વંદરવારની જગ્યાએ ઘંટિયો લગાવી શકો છો. બિનજરૂરી વસ્તુઓનો ઉપયોગ પણ સજાવટમાં કરી શકો છો. તમારી ભારે સાડીયોના વર્કવાળા ભાગને કે વર્કવાળી ઓઢણીઓને રૂમમાં ખાલી ખૂણાઓમાં સજાવવાથી અલગ જ લૂક મળશે. કારણકે આકર્ષક ખૂણા રૂમની શોભા વધારે છે.

ઈશાન ખૂણામાં હોવુ જોઈએ દેવીનુ પદ્મચિહ્ન

વાસ્તુવિદ્ શ્રી દેવેન્દ્ર સિંધઈના મુજબ રવિ પુષ્યનક્ષત્રથી લઈને દિવાળી સુધીનો સમય વાસ્તુદોષ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે. તેમના મુજબ જો ઘરમાં વાસ્તુ દોષ છે તો સૌ પહેલાં સ્વાસ્થ્ય પર તેનો ખોટો પ્રભાવ પડશે. આપણે જોઈએ છીએ કે લોકો ગણપતિનો ફોટો ગમે ત્યાં લગાવી દે છે. જે ખોટુ છે. ગણપતિજીની મૂર્તિ કે ચિત્રને હંમેશા મુખ્ય દ્વારના ઉંબરાની ઉપરની દીવાલ પર જ લગાવવું જોઈએ.
W.DW.D

આ સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જો ઘરની બહાર ગણપતિનું ચિત્ર લગાવ્યુ હોય તો તેમની પીઠ તરફની દિવાલ પર એક બીજા ગણપતિનું ચિત્ર લગાવવું જોઈએ. કારણકે ગણપતિની પીઠની દિશાને શુભ નથી માનતા. લક્ષ્મી માઁના પગલાને ઈશાન ખૂણામાં લગાવવા જોઈએ. તેમના મુજબ પશ્ચિમ મધ્ય દિશામાં મંદિર ન હોવું જોઈએ, અને પૂજન પણ ન કરવું જોઈએ. જેનાથી ઘરમાં અશાંતિ રહે છે. અને સંતાન અપંગ થવાની શંકા રહે છે. દીવાળીનો પહેલો દીવો ઉત્તર પૂર્વના દરવાજે મૂકો. રંગોળીને મંત્રોચ્ચાર કરતાં-કરતાં બનાવો. લક્ષ્મી-ગણેશની સાથે કુળદેવતાની પૂજા કરવાનું ન ભૂલતાં.

આગળ દરેક રૂમમાં હોય નવીનતા -

દિવાળીમાં લક્ષ્મી પૂજન કરો

દિવાળી પર ઓનલાઇન ફટાકડા ફોડો

ફટાકડામાં ફૂલઝડી કરો

ફટાકડામાં બોમ્બ ફોડો

ફટાકડામાં રોકેટ ઉડાડો


દરેક રૂમમાં હોય નવીનતા -

જો તમે ઘરને દીવાળી પહેલાં સુદર બનાવવા માંગો છો પણ વધુ પૈસા ખર્ચવા નથી માંગતા તો નીચેની સલાહ માનીને જુઓ. બની શકે કે ઓછા ખર્ચે અને ઓછા સમયમાં તમારું ઘર બિલકુલ નવું બની જાય.
P.R

- સૌ પહેલાં તમારા ઘરને રીએરેંજ કરો. જો સોફા વગેરેને દીવાલ સાથે ચીંપકાવીને મૂક્યા હોય તો તેને હટાવી બીજી જગ્યાએ મૂકો. જેનાથી તમારો રૂમ નવો દેખાશે.

- રૂમને સજાવવો એ કોઈ સરળ વાત નથી. કેટલીય વાર તો અઢળક પૈસા ખર્ચીને પણ રૂમને જોઈએ તેવું રૂપ નથી મળી શકતુ. તમે કશુ કરવા જ માંગો છો તો રૂમની એક દિવાલને તમારી પસંદગીનો પેંટ કરાવી દો. રંગ એવો હોય જે ખુલે અને બ્રાઈટ હોય. એટલુ જરૂર ધ્યાન રાખો કે નવો રગ બીજી દિવાલોના રંગ સાથે મેળ ખાતો હોય. આ જ રંગ જોડે મેચ કરતુ આર્ટ ચિત્ર પણ દિવાલ પર લગાવી દો. હવે જુઓ, લાગે છે ને તમારો રૂમ નવો.

- રૂમને થોડો નેચરલ લુક આપવાનો પ્રયત્ન કરો. કોશિશ કરો કે કેટલાંક છોડ સજાવી શકો. જો અસલી છોડ મૂકવા શક્ય ન હોય તો આજકાલ બિલકુલ અસલી લાગતા આર્ટિફિશિયલ ફ્લાવર્સ કે પ્લાંટ્સ મુકો. પછી જુઓ રૂમમાં કેટલી તાજગી લાગશે.

- કાલીનને કોઈ નવી જગ્યાએ પાથરો. બહુ સમય સુધી એક જ જગ્યાએ કાલીન પાથરવાથી તે રૂમને મોનોટોનસ લુક આપે છે. કાલેનને ત્યાં પાથરો જ્યાં ડાઈનીંગ ટેબલ હોય.
P.R

- કેબીનેટ હાર્ડવેયરને બદલવાથી પણ રૂમને નવો લુક મળશે. તે સિવાય નવા લેપથી અને નવા રંગની રોશનીથી રૂમને નવુ રૂપ મળશે.

વેબદુનિયા પર વાંચો