ગેઝેટ્સ વર્લ્ડમાં રોજ કંઇક ને કંઇક નવું આવતું રહે છે. 2011નું વર્ષ આ દિશામાં અનેક રીતે ખાસ રહ્યું. આ વર્ષે ટેક્નોલોજીએ જે કમાલ દેખાડ્યો તે વાસ્તવમાં ભવિષ્યના રોડમેપ સમાન સાબિત થયો. જાણીએ આ વર્ષે ગેઝેટની દુનિયામાં શું ખાસ રહ્યું અને તેમાં આગામી વર્ષ માટે કયા સિગ્નલ્સ છુપાયેલા છે...
લાંબી રાહ જોયા બાદ આકાશે આ વર્ષે આગમન કરી જ દીધું. સૌથી ઓછી કીમતની પ્રોડક્ટ્સમાં નેનો બાદ આ ભારતની બીજી કમાલ છે. સ્ટુડન્ટ્સને સરકાર સબસીડી સાથે આ ટેબલેટ આપી રહી છે. જ્યારે સામાન્ય લોકો માટે તે 2500 રૂપિયામાં આ મહિને ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવ્યું. અને પહેલા જ અઠવાડિયે તેના તમામ નંગો વેચાઇ ગયા. આનું એડવાન્સ વર્ઝન યુબી સ્લેટ જાન્યુઆરીમાં આવી રહ્યું છે જેની કીમત 2999 રૂપિયા છે. તેની બેટરી લાઇફ, પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ પણ થોડી વધુ સારી છે. આકાશ આ દેશના લાખો લોકો માટે પહેલો ટચસ્ક્રીન અને કમ્પ્યુટિંગ એક્સપીરિયન્સ સાબિત થશે.
માનવામાં આવી રહ્યું છે કે આ ભારતમાં ટેબલેટ ક્રાંતિની શરૂઆત કરી શકે છે. જોકે ફીચર્સની ગણતરી અને ક્વોલિટીમાં આ મોંઘા ટેબલેટ્સ કરતા પાછળ છે પણ કીમતની સરખામણીએ આવું જોરદાર રજૂઆત આ ખામીઓને પાછળ છોડી દે છે. 2011નું આ એવું નંબર વન ગેઝેટ માનવામાં આવશે જેમાં 2012નો ટેક્નોલોજી સીન બદલવાનો સૌથી વધુ દમ છે.
જો આકાશ સૌથી સસ્તા ટેબલેટ તરીકે ઉભર્યું તો સૌથી ઉત્તમ ટેબલેટ ડિવાઇઝ તરીકે આઈપેડે પોતાનો જાદુ પાથર્યો. આ વર્ષે માર્ચમાં રજૂ થયેલો આઈપેડ-2 હોટ કેકની જેમ વેચાઇ ગયો. ખાસ વાત એ રહી કે એપ્પલના બાકીના પ્રોડક્ટ્સ કરતા ઉલટું આઇપેડ-2ને એક મહિના બાદ એટલે કે એપ્રિલમાં ભારતના માર્કેટ્સમાં પણ ઉતારી દેવાયો, ડ્યુઅલ કેમેરાથી સજ્જ, પહેલા આઈપેડ કરતા 33 ટકા વધુ સ્લિમ, 15 ટકા વધુ હલકો, ડ્યુઅલ કોર પ્રોસેસર ધરાવતો અને 10 કલાકની બેટરી લાઇફ વાળો આ ટેબલેટ પોતાના દમદાર ફીચર્સ અને એપલના એપ સ્ટોરના પાવરને કારણે અન્ય તમામ ટેબલેટ કરતા આગળી નીકળી ગયો. સેમસંગે ગેલેક્સી ટેબના 10 ઇંચ અને 8.9 ઇંચનું વર્ઝન માર્કેટમાં ઉતાર્યું પણ તે આઈપેડ-2ના માર્કેટને હલાવી પણ ન શક્યું.
3. કિંડલ ફાયર : સૌથી મોટો ચેલેન્જર અમેરિકામાં 199 ડોલર(10,500 રૂ. અંદાજે) ભારતીય વેબસાઇટ્સ પર : 13,900 રૂપિયા
ભારતમાં આપણે ભલે કિંડલના મેજિકથી અજાણ હોઇએ પણ એમેઝોન કંપનીએ પોતાના ટેબલેટનું નવું વર્ઝન ઉતાર્યું જેને આઈપેડ કિલરનો સૌથી મોટો દાવેદાર માનવામાં આવે છે. એન્ડ્રોય્ડ પર ચાલનારા 7 ઇંચ સ્ક્રીન સાઇઝના આ મલ્ટિમીડિયા ટેબલેટની કીમત માત્ર 199 ડોલર રાખવામાં આવી. અત્યારસુધી કિંડલ માત્ર ઈ-બુક રીડર જેવો જ હતો જેના પર તમે ઈ-બુક્સ ડાઉનલોડ કરીને વાંચી શકો છો અને તે બહુ પોપ્યુલર પણ છે. કિંડલ ફાયરને એન્ડ્રોય્ડ સાથે લાવીને તેમાં એપ્સ ડાઉનલોડ કરવાનું ફીચર આપવામાં આવ્યું, એટલે કે ઈ-બુક્સની સાથે એન્ગ્રી બર્ડ્સ પણ. ઓનલાઇન ટીવી શૉ, મૂવી સ્ટ્રીમિંગ જેવા ફીચર્સ સાથેના આના ઓછા ભાવે આઈપેડ માટે પડકાર સર્જ્યો. ભારતમાં આ લોન્ચ નથી થયો પણ બાકીના દેશોમાં આના ઓર્ડર્સ જોરદાર રહ્યા છે અને 2012માં આ નંબર 2 ટેબલેટ બની જવાનું અનુમાન છે.
ટેબલેટ આવવાથી નોટબુકનો મિજાજ તો બગડી ગયો પણ લેપટોપમાં એક નવી કેટેગરી સામે આવી રહી છે. અત્યંત સ્લીક, ફાસ્ટ અને ઓછા વજનવાળા લેપટોપની નવી જનરેશન અલ્ટ્રાબુક્સે આ વર્ષે એન્ટ્રી મારી. પ્રોસેસર અને ચિપ બનાવનારી કંપની અલ્ટ્રાબુક્સને પ્રમોટ કરી રહી છે અને તેનું કહેવું છે કે 2013માં દરેક લેપટોપ અલ્ટ્રાબુક જ હશે. 2011માં અલ્ટ્રાબુક્સની ફર્સ્ટ જનરેશન રજૂ કરવામાં આવી જેમાં આસુસ, એસર, તોશિબા અને લિનોવોએ પોતાની પ્રોડક્ટ કાઢી. આગામી વર્ષે આમાં વધુ કંપનીઓ સામેલ થઇ રહી છે. અલ્ટ્રાબુક્સનો લૂક અને ડિઝાઇન એપલની મેકબુકની જેમ જ ઘણો સ્ટાઇલિશ છે. હાલ આમાં મોંઘી રેન્જની પ્રોડક્ટ્સ છે પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે આમાં મિડ રેન્જના લેપટોપ પણ આવી જશે.
P.R
. 5 આઇસક્રીમ સેન્ડવિચ અને સેમસંગ નેક્સસ સેમસંગ નેક્સસ : ભારતમાં હજુ લોન્ચ નથી થયો
એન્ડ્રોય્ડનું લેટેસ્ટ વર્ઝન આઇસક્રીમ સેન્ડવિચ એટલે કે એન્ડ્રોય્ડ 4.0 આ વર્ષે આવ્યું અને તેના પર ચાલનારા પહેલા ફોન તરીકે સેમસંગ નેક્સસ ગૂગલ ફોનને રજુ કરવામાં આવ્યો. આ ફોનને પહેલી ડિસેમ્બર સુધીમાં ભારતમાં રજુ કરવામાં આવવાની આશા હતી પણ હવે આ જાન્યુઆરીમાં આવે તેવી આશા છે. આઇસક્રીમ સેન્ડવિચમાં અનેક ખુબીઓ છે, જેમ કે કેમેરાથી ચહેરાનો ફોટ પાડીને ફોનને અનલોક કરવો, મલ્ટિટાસ્કિંગનું ઉત્તમ રૂપ વગેરે... સેમસંગે એલાન કર્યું છે કે બહુ જલ્દી ગેલેક્સી નોટ અને ગેલેક્સી એસ-2 માટે આઇસક્રીમ સેન્ડવિચના અપડેટ આવશે અને ગેલેક્સીના વધુ કેટલાંક ફોન અપગ્રેડ કરવામાં આવશે.
આઈફોન-5ની બહુ રાહ જોવાઇ રહી હતી પણ લોન્ચ થઇ ગયો આઈફોન-4 એસ. એપ્પલના લોન્ચિંગ પરથી પહેલીવાર એવું લાગ્યું કે આશા પ્રમાણે ન થયું પણ બહુ જલ્દી આઈફોન-4 એસે પોતાની મજબૂતી નોંધાવી દીધી અને ઝડપથી વેચાણના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. પણ આમાં ટેક્નોલોજી બદલનારા ટ્રેન્ડની ઝલક જોવા મળી વર્ચ્યુઅલ વોઇસ ગાઇડ સીરીમાં. જે તમારા અવાજના આદેશને પગલે ફોનમાંથી એસએમએસ મોકલી શકે છે, ઇન્ટરનેટ સર્ચ કરી શકે છે, કોલ કરી શકે છે કે કોઇપણ કમાન્ડ પર અમલ કરી શકે છે. ભારતીય ઇંગ્લિશના એક્સેન્ટને સમજવી સીરી માટે થોડું મુશ્કેલ રહ્યું છે. એપ્પલે આમાં 8 મેગાપિક્સલ કેમેરા આપ્યો છે. ભારતમાં આ સૌથી મોંઘો ફોન સાબિત થયો. 64 જીબી મેમરીવાળા મોડેલની કીમત 59 હજાર રૂપિયા સુધીની છે.
આ વર્ષે એન્ડ્રોય્ડ સાથે આવેલો સૌથી પાવરફુલ મોબાઇલ ફોન. સેમસંગની ગેલેક્સી એસ સીરીઝનો પહેલો ફોન પણ ઘણો હિટ રહ્યો હતો અને ગેલેક્સી એસ-2એ પણ નિરાશ ન કર્યા. 8.49 એમએમની જાડાઇ સાથે આ સૌથી સ્લિમ ફોન છે. આમાં 1.2 ગીગા હર્ટ્સનો ડ્યુઅલ કોર પ્રોસેસર, 1 જીબીની રેમ, 4.3 ઇંચની સુપર એમોલેડ સ્ક્રીન, 16 જીબીની ફ્લેશ મેમરી અને 8 મેગાપિક્સલ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
જોકે વર્ષ પૂરું થતાં થતાં એચટીસી સેન્સેશન, મોટોરોલા રેઝરે આ ફીચર્સની રેન્જમાં વધુ દમ દેખાડ્યો, પણ ગેલેક્સી એસ-2 આ બધા કરતા પહેલા જ આ મેજિક બતાવી ચૂક્યો હતો. વર્ષના અંત સુધી આવેલી બાકીની કંપનીઓના દમદાર પરફોર્મન્સનો મુકાબલો હવે આગામી વર્ષે ગેલેક્સી એસ-3 હશે. સેમસંગે આ વર્ષએ 30 કરોડ કરતા પણ વધુ હેન્ડસેટ વેચાયા, જેમાં એક કરોડનો હિસ્સો ગેલેક્સી એસ-2નો જ હતો.
એન્ડ્રોય્ડ અને આઈફોન સામે બાથ ભીડવા માટે નોકિયા અને માઇક્રોસોફ્ટનો આ સૌથી મોટો દાવ રહ્યો. માઇક્રોસોફ્ટને ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં યોગ્ય પકડની રાહ છે તો નોકિયા પોતાના દમદાર હાર્ડવેર થકી ફરી બજારનો બાદશાહ બનવા ઇચ્છે છે. જોકે વિન્ડોઝ ફોન 7.5 પર આ વર્ષે એચટીસી અને સેમસંગે પણ પોતાના ફોન ઉતાર્યા છે પણ નોકિયાની રજૂઆતને આની સૌથી મોટી મિસાલ માનવામાં આવી રહી છે. લૂમિયા 800 આ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી પ્રીમિયમ ફોન છે જે વર્ષના અંતિમ મહિનામાં ભારતીય માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આની ડિઝાઇન પર ભારે મહેનત કરવામાં આવી છે. વિન્ડોઝ ફોન 7ની ટાઇટલ ડિઝાઇન નવી રીતના યુઝર એક્સપીરિયન્સ આપે છે. આમાં સોશિયલ નેટવર્કિંગને ફોનની ઓપરેટિંગ સિસ્ટમ સાથે બારીકાઇથી જોડવામાં આવ્યું છે.