12 વર્ષના રેકોર્ડ સ્તર પર પહોંચી દેશમાં જથ્થાબંધ મોંઘવારી, શાકભાજી દૂધ અને ઈંડાના ભાવ વધવાની અસર, જાણો ક્યારે મળશે રાહત
November WPI Inflation Data: દેશમં મોઘવારી વધતી જઈ રહી છે. નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારીનો દર (Wholesale Price Index – WPI) 12.54 ટકાથી વધીને 14.2 ટકા થઈ ગઈ છે. જથ્થાબંધ મોંઘવારીનો આ આંકડો 12 વર્ષના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. ઈધણ અને વીજળીની કિમંતોમાં વધારાને કારણે થોક મોંઘવારીમાં વધારો નોંધવામાં આવ્યો છે. કોર મોંઘવારીનો દર 11.90 ટકાથી વધીને 12.20 અને સપ્ટેમ્બર મોંઘવારી દરના આંકડાને સંશોધિત કરવામાં આવ્યા છે. હવે આ 10.66 ટકાથી વધીને 11.80 ટકા થઈ ગઈ છે.