ઈદ- શા માટે ઇદ-એ-મિલાદ-ઉન-નબી ઉજવવામાં આવે છે.. જાણો

રવિવાર, 10 નવેમ્બર 2019 (09:53 IST)
ઇદ-એ-મિલાદ-ઉન-નબી મુસ્લિમો માટે એક મોટું તહેવાર છે. આ દિવસ માટે  મુસ્લિમ સમાજમાં અલગ અભિપ્રાય છે. 
 
પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મની ખુશીમાં ઉજવાતું ઈસ્લામિક તહેવાર ઇદ-એ-મિલાદ-ઉન-નબી, 1 ડિસેમ્બરથી શરૂ થઈને અને 2 ડિસેમ્બરના રોજ સુધી ઉજવવામાં આવશે.
 
પેગંબર હઝરત મોહમ્મદને છેલ્લો મેસેન્જર અને મહાન પ્રબોધક માનવામાં આવે છે, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો.  મુસ્લીમ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે.
 
આ દિવસને લઈને મુસ્લિમ સમાજમાં અલગ-અલગ અભિપ્રાય છે. શિયા અને સુન્ની આ દિવસને લઈને પોત-પોતાના મત ધરાવે છે, પરંતુ ઉજવનાર આ દિવસને લઈને ધામધૂમથી ઉજવણી કરે છે.
 
આ દિવસે આખી રાત પ્રાર્થનાપ ચાલે છે. પેગંબર મોહમ્મદના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે મોટા-મોટા રેલી પણ હોય છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. 
 
ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. તે સિવાય લોકો મક્કા મદિના અને દરગાહ પર જાય છે. એવું કહેવાય છે કે આ દિવસે
નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર