નરક ચતુર્દશી 2017- જાણો દિવાળીના એક દિવસ પહેલા શા માટે હોય છે યમરાજની પૂજા

મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (13:03 IST)
કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્દશીને નરક ચતુર્દશી, યમ ચતુર્દશી કે પછી રૂપ ચતુર્દશી કહે છે. 
 
દિવાળીના એક દિવસ પહેલા એટલે આ વખતે 18 ઓક્ટોબરને નરક ચતુર્દશી પડી રહી છે. નરક ચતુર્દશીને નાની દિવાળી પણ કહેવાય છે. કર્તિ માસના કૃષ્ણપક્ષની ચતુર્દશીને નરક ચતુર્દશી, યમ ચતુર્દશી કે પછી રૂપ ચતુર્દશી કહે છે. 
આ દિવસે યમરાજની પૂજા કરવું અને તેના માટે વ્રત કરવાનો વિધાન છે. ગણાય છે કે મહાબળી હનુમાનજીનો જન્મ આ દિવસે જ થયું હતું. તેથી આજે બજરંગબળીની પણ ખાસ પૂજા કરાય છે. 
 
એવું જણાવ્યુ છે કે આ દિવસે આળસ અને બુરાઈને હટાવીને જીવનમાં સચ્ચાઈની રોશનીનો આગમન હોય છે. રાત્રે ઘરની બહાર દીવા પ્રગટાવી રાખવાથી યમરાજ પ્રસન્ન હોય છે અને અકાળ મૃત્યુની શકયતા ટળી જાય છે. એક કથા મુજબ આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યું હતું. 
આ મંત્રનો કરો જાપ 
सितालोष्ठसमायुक्तं संकण्टकदलान्वितम्। हर पापमपामार्ग भ्राम्यमाण: पुन: पुन:।।
 
પૂજન કરવાની વિધિ 
* નરક ચતુર્દશીના દિવસે શરીર પર તલનું તેલની માલિશ કરો. 
* સૂર્યોદય પહેલા સ્નાન કરો. 
* સ્નાનના સમયે અપામાર્ગ(એક પ્રકારનું છોડ) ને શરીર પર સ્પર્શ કરો. 
* અપામાર્ગને આ મંત્ર વાંચી માથા પર ઘુમાવો. 
* સ્નાન પછી સાફ કપડા પહેરો. 
* ચાંદલો લગાવીને દક્ષિણ દિશાની તરફ મોઢું કરીને બેસી જાઓ 
આ મંત્રોથી દરેક નામથી ત્રણ-ત્રણ જલાંજલિ આપવી જોઈએ . 
 
ૐ યમામ નમ:,ૐ ધર્મરાજાય નમ:, ૐ મૃત્યવે નમ:, ૐ અંતકાય નમ:, ૐ વૈવસ્વતાય નમ:, ૐ કાલાય નમ:,ૐ સર્વભૂતક્ષયાય નમ:, ૐ ઔદુમ્બરાય નમ:, ૐ દધાર્ય  નમ:, ૐ નીલાય  નમ:, ૐ પરમેષ્ઠિને નમ:, ૐ વૃકોદરાય નમ:, ૐ ચિત્રાય નમ:, ૐ ચિત્રગુપ્તાય નમ:
 
આ દિવસે દીવા પ્રગટાવીને ઘરની બહાર રાખીએ છે. એવી માન્યતા છે કે દીવાની રોશનીથી પિતરોને તેમના લોકમાં જવાનો રસ્રો જોવાય છે. તેનાથી પિતર પ્રસન્ન 
 
હોય છે અને પિતરોની પ્રસન્નતાથી દેવતા અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન હોય છે. દીપદાનથી સંતાન સુખમાં આવનારે મુશ્કેલીઓ દૂર હોય છે. તેનાથી વંશની વૃદ્ધિ હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર