દિવાળીમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા વિષ્ણુની પૂજા કરવી પણ જરૂરી છે

શનિવાર, 18 ઑક્ટોબર 2014 (11:32 IST)
દિવાળીની ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. ઘરને કેવી રીતે શણગારવુ તેની પ્લાનિંગ થએ રહી છે. પૂજામાં કેવા દિવા મુકવા.. કેવી રંગોળી બનાવવી... કેવા તોરણો બાંધવા.. લક્ષ્મીજી અને ગણેશની ફોટો પણ તૈયાર જ છે.. બસ આ વખતે પણ લક્ષ્મી માતા પ્રસન્ના થાય અને ઘરમાં લક્ષ્મીનો વરસાદ વરસે.. આવા વિચારો સૌ કોઈના મનમાં આવે એ સ્વભાવિક છે. . લોકો પોતાની તરફથી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ઉપાયમાં લાગ્યા છે જેથી માતા લક્ષ્મી તેમને ધન-સંપત્તિમાં વૃદ્ધિનો આશીર્વાદ આપે. પરંતુ માત્ર દિવાળીના દિવસે જ ઘરની સાફ-સફાઈ રાખવાથી કે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી ધન-સંપત્તિનો આશીર્વાદ મળવા સંભવ નથી. શાસ્ત્રો અનુસાર, માતા લક્ષ્મીજીની કૃપા તેમને જ મળે છે જે મન, વચન અને કર્મથી સાત્વિક હોય. આનાથી ઉલ્ટું આચરણ ધરાવી વ્યકિત પાસે ધન પણ આવી જાય તો તે હમેશાં ટકતું નથી અથવા ધન રહે તો તે હમેશાં દુ:ખમાં રહે છે.
 
આ વખતે દિવાળીમાં શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ પૂજન કરો 
 
તમે કેટલીય વાર વિષ્ણુ અને લક્ષ્મીજીનો ફોટો જોયો હશે. જેમા લક્ષ્મીજી કાયમ વિષ્ણુ સાથે જ જોવા મળશે. શાસ્ત્રોમાં દર્શાવાયું છે કે મા લક્ષ્મી હમેશાં વિષ્ણુ ભગવાનની સાથે હોય છે. લક્ષ્મી માતાની પૂજા કરો અને વિષ્ણુ ભગવાનની પૂજા ન કરો તો લક્ષ્મીજી કદી પણ પ્રસન્ન નહીં થાય. શ્રીમદદેવી  ભાગવતમાં જણાવાયું છે કે લક્ષ્મીની સાથે વિષ્ણુની પૂજા જરૂરથી કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા વગર લક્ષ્મી માતાની કૃપા નહીં મળે. આ માટે દિવાળીના દિવસે ગણેશ અને લક્ષ્મીની સાથે વિષ્ણુ ભગવાનની પૂજા પણ જરૂરથી કરવી જોઈએ. અન્ય દિવસોમાં પણ લક્ષ્મીની સાથે વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
 
શંખ, તુલસી અને શાલિગ્રામની જ્યાં પૂજા થાય છે ત્યાં ધનનો અભાવ કદી પણ નથી હોતો. શંખ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને પ્રિય હોય છે. જે ઘરમાં બ્રાહ્મણોને આદર પૂર્વક ભોજન કરાવાય છે અને તમામ દેવી-દેવતાઓનો આદર કરાય છે. એવા પરિવારમાં લક્ષ્મી માતા નિવાસ કરે છે. જે ઘરમાં મહિલાઓને સમ્માન મળે છે તેમનું હાસ્ય વાતાવરણમાં ઉલ્લાસ પ્રસરાવતું હોય એવા ઘરમાં લક્ષ્મીજીની કૃપા હમેશાં બની રહેતી હોય છે. કારણ કે શાસ્ત્રોમાં કહ્યુ છે કે ઘરની મહિલા એ જ ઘરની લક્ષ્મી છે.. જે પરિવારનો કાયમ ખ્યાલ રાખે છે. તેથી તેની ખુશીનો ખ્યાલ રાખવો અને તેને સન્માન આપવુ એ મા લક્ષ્મીને સન્માન આપવા જેવુ જ છે. 
 
ઘરનુ વાતાવરણ પણ ખૂબ મહત્વનુ છે. જે ઘરમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે અને સવાર-સાંજ આરતી અને સંધ્યા પૂજન કરાય છે ત્યાંનું વાતાવરણ ઊર્જાવાન રહે છે. આવા સ્થાનમાં લક્ષ્મી માતા રહેવું પસંદ કરે છે. જે ઘરનાં લોકો દિવસના સમયે સૂતા નથી અને પોતાના ઘર અને કાર્યને સંપૂર્ણ રીતે જાગૃત રહેતા હોય તે ઘરમાં લક્ષ્મીજીને જવું પસંદ હોય છે. આવા ઘરમાં લક્ષ્મી પ્રસન્નતા પૂર્વક નિવાસ કરે છે. 

વેબદુનિયા પર વાંચો