પ્રદયુમ્ન કેસ - 11મા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ... પિતાએ કર્યો મોટો ખુલાસો

બુધવાર, 8 નવેમ્બર 2017 (11:30 IST)
હરિયાણાના ગુરૂગ્રામમાં ર્યાન ઈંટરનેશનલ શાળામાં બીજા ધોરણના વિદ્યાર્થી પ્રધ્યુમ્ન ઠાકુરની હત્યાનો મામલો એકવાર ફરી નવા મોડમાં આવી ગયો છે. સીબીઆઈએ ધરપકડમાં લીધેલા 11ના વિદ્યાર્થી પછી આરોપીના પિતાએ મીડિયાની સામે ચોખવટ કરી છે. 
 
આરોપી વિદ્યાર્થીના પિતાએ કહ્યુ કે મારા પુત્રને તેમા ફંસાવવામાં આવી રહ્યો છે. તેમણે આગળ કહ્યુ કે પહેલા દિવસથી જ અમે પોલીસ અને પછી સીબીઆઈની મદદ અને સહયોગ કરી રહ્યા છીએ. 
 
ગઈ રાતે પણ અનેક રાઉંડમાં પૂછપરછ પછી તેમણે મારા પુત્રને જ ફંસાવી દીધો છે. મારા પુત્રએ કોઈનુ મર્ડર કર્યુ નથી. પણ એ તો મદદ કરી રહ્યો હતો. તેણે જ આખા સ્ટાફને બતાવ્યુ હતુ. 
 
ત્યારબાદ પ્રદ્યુમ્નની મા જ્યોતિ ઠાકુરે કહ્યુ કે આ વિશે હજુ અમને કશુ ખબર નથી. પણ અમને વિશ્વાસ છે કે આરોપી કોઈ અન્ય છે. મીડિયા દ્વારા જ જાણ થઈ કે 11માં ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે અને બધી હકીકત સીબીઆઈની પ્રેસ કૉન્ફ્રેસમાં જાણ થશે. 
 
ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે તેણે પ્રદ્રયુમ્નની સાથે ઓરલ સેક્સનો પ્રયાસ કર્યો હતો અને તેમા નિષ્ફળ જતા પ્રદ્રયુમ્નની હત્યા કરી હતી... ત્યા કોઈ અન્ય પણ હતુ.. 
 
શુ હતો પુરૂ મામલો 
 
અત્રે ઉલ્લેખનીય છેકે 8 સપ્ટેમ્બર 2017ના રોજ રયાન સ્કૂલના બીજા ધોરણના વિદ્યાર્થી પ્રદયુમ્નનુ ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી.  પ્રદ્રયુમ્ન હત્યા મમાલાની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે.  હત્યાના બીજા દિવસે આ મામમલે પોલીસે આરોપી બસ કંડક્ટર અશોકની ધરપકડ કરી હતી. પણ અત્યાર સુધી મામલો સુલઝી શક્યો નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર