મારવાની ધમકીઓ આપતી હતી. સગીરાની ધમકીઓથી કંટાળીને તેના પરિવારજનોએ અભયમ હેલ્પલાઈનની મદદ માંગી હતી.અભયમની ટીમને સગીરાની માતાએ ફોન કરીને કહ્યું હતું કે, મારી 15 વર્ષની દીકરીને ઘર જમાઈ તરીકે રહેતા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ થઈ ગયો છે. અને તેની સાથે જ રહેવાની જીદ કરે છે.અમે તેને સમજાવીએ તો તે હાથ પગ પર બ્લેડ મારવાની તેમજ અગાસીમાંથી કૂદીને આપઘાત કરવાની ધમકીઓ આપે છે.
કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.કોલના સ્થળે જઈને અભયમની ટીમે માતાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમના પરિવારમાં બે દીકરીઓ છે. 15 વર્ષની દીકરીને તેમના ઘરની સામે ઘર જમાઈ તરીકે રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો છે અને હવે તે આ યુવક સાથે જ રહેવાની જીદ કરે છે. તેને કંઈ કહીએ તો આપઘાત કરવાની અને શરીર પર બ્લેડ મારવાની ધમકીઓ આપે છે.સગીરાને થોડા સમય પહેલાં આ યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બંને એકબીજાનો નંબર આપ લે કરીને વાત કરતાં હતાં અને સાથે ફરવા માટે પણ જતાં હતાં. યુવકે સગીરાને એક દિવસ કહ્યું કે, હું મારી પત્ની અને છોકરાને છોડીને તારી સાથે રહીશ એમ કહીને તે સગીરા પાસેથી અશ્લિલ ફોટો પણ મંગાવતો હતો. થોડા દિવસ પહેલાં યુવકે તેને કહ્યું હતું કે, બધાને આપણાં સંબંધની ખબર છે. તું 18 વર્ષની થાય એટલે આપણે લગ્ન કરી લઈશું.અભયમની ટીમે સગીરાને સમજાવી કે, અત્યારે અભ્યાસ કરવાની ઉંમર છે. તો અન્ય જગ્યાએ કોઈપણ જાતનું ધ્યાન આપવું નહીં તેમ કહીને મામલો થાળે પાડ્યો હતો અને બાદમાં યુવકને પણ અભયમની ટીમે ફોન કરીને સમજાવી સગીરાની જીંદગી બગડે નહીં અને તેનું લગ્નજીવન પણ બગડે નહીં તે અંગે સલાહ આપીને સમજાવ્યો હતો.