બેંગલુરૂ : PG માં ઘુસીને યુવકે યુવતીને ચપ્પુ માર્યુ, CCTV માં કેદ થઈ ક્રૂરતા, પોલીસે શોધી કાઢ્યો હત્યારાનો સુરાગ
હત્યારો મધ્યપ્રદેશનો રહેવાસી
પોલીસ અધિકારી દયાનંદે કહ્યું કે હજુ સુધી હત્યારાની ધરપકડ કરવામાં આવી નથી. હત્યારાને પકડવા માટે ત્રણ વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પોલીસને માહિતી મળી છે કે હત્યારો મધ્યપ્રદેશનો રહેવાસી છે. આથી તેની શોધમાં પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પણ રવાના કરવામાં આવી છે.
પોલીસને મળ્યા સીસીટીવી ફૂટેજ
પોલીસે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ કોરમંગલા ઘટના હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોલીથીન બેગ લઈને 'પેઈંગ ગેસ્ટ' રૂમમાં પ્રવેશે છે. તે યુવતીના રૂમનો દરવાજો ખખડાવે છે. થોડા સમય પછી યુવતી દરવાજો ખોલે છે તો તે છોકરીને ખેંચીને બહાર લઈ જતો જોવા મળે છે.
લોહીથી લથપથ યુવતીનું બેઠેલી હાલતમાં મોત
આ દરમિયાન, પીડિતા હુમલાનો વિરોધ કરે છે, પરંતુ હત્યારો તેને પકડી લે છે, તેનું ગળું કાપી નાખે છે અને ત્યાંથી ભાગી જાય છે. અવાજ સાંભળીને બિલ્ડીંગમાં હાજર અન્ય યુવતીઓ સ્થળ પર પહોંચી પણ તેને બચાવી શક્યા નહીં. છરીના અનેક હુમલા બાદ લોહીમાં લથબથ કૃતિ કુમારીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.