સ્કુલ લઈ જતી વખતે ખોટી હરકત કરતો હતો
ઓટો રિક્ષા ડ્રાઈવર કામેશ બાળકોને શાળામાં મુકવા જવાનુ અને લાવવાનુ કામ કરતો હતો. બાળકીની માતાએ પોલીસને જણાવ્યુ કે બાળકીના ઘરેથી સ્કુલ લઈ જતી વખતે ઓટો રિક્ષા ડ્રાઈવર તેની સાથે ગંદુ કામ કરતો હતો.
બાળકીને દુ:ખાવો થઈ રહ્યો હતો
તે બાળકીના કપડા ખોલતો હતો અને બાળકીના વિરોધ કરવા પર કહેતો કે તે કીડી કાઢી રહ્યો છે. આરોપી અનેક દિવસોથી આવુ કરી રહ્યો હતો. 23 જુલાઈના રોજ તેને આવી હરકત કરી. બાળકીને ખૂબ દુ:ખાવો થઈ રહ્યો હતો.
પોલીસની પાસે પહોંચીને ઘટના બતાવી
માતાએ તેને પુછ્યુ તો તેણે જણાવ્યુ કે રિક્ષાવાળા અંકલ તેની સાથે હરકત કરી છે. સ્વજનો બાળકીની પીડા સાંભળીને ગભરાય ગયા. સાંજે પોલીસ સ્ટેશન પહોચ્યા અને આખી ઘટના બતાવી. પોલીસે તત્કાલ એફઆઈઆર નોંધાવીને આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસે આ મામલે તેની પૂછપરછ કરી રહી છે. ઘટના પછી બાળકી ગભરાઈ ગઈ છે.