સગા બાપ દ્વારા 14 વર્ષીય કિશોરીને બલિ ચઢાવવા માટે હત્યા કરી હોવાની આશંકા

હેતલ કર્નલ

ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (09:32 IST)
ગુજરાતના ગીર સોમનાથમાંથી સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક તાલાલાના ધાવા ગામમાં એક પિતાએ બલિદાન આપવા માટે તેની સગીર પુત્રીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવરાત્રી દરમિયાન તાંત્રિક વિધિના નામે બાળકીનો બલિ ચઢાવવા દેવાની ચાલી રહેલી ચર્ચાઓએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી છે. બીજી તરફ મામલો ગરમાયા બાદ પોલીસ પણ સક્રિય બની છે. પોલીસ તપાસમાં સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાવેશ અકબરી નામના વ્યક્તિની 14 વર્ષની દીકરી ધોરણ 9માં ભણતી કરતી હતી. પરંતુ તેણી આઠમી નવરાત્રિથી ગુમ હોવાનું જણાવાયું હતું. લોકોમાં એવી ચર્ચા હતી કે એ જ રાત્રે પિતાએ દીકરીની બલિ ચઢાવી દીધી. પોલીસને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં ગુપ્ત માહિતી મળી છે, જે બાદ પોલીસે તે દિશામાં તપાસ આગળ વધારી છે.
 
પોલીસને મળેલી માહિતીને ધ્યાનમાં રાખતાં ભાવેશ અકબરીના ખેતરમાં તપાસ કરી હતી. દરમિયાન શેરડીના પાકની વચ્ચેથી પ્લાસ્ટિકની બે થેલીઓ અને કપડા અને રાખવાળી થેલી મળી આવી હતી. પિતાએ પુત્રીની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે. તાંત્રિક પદ્ધતિમાં અંધશ્રદ્ધાના કારણે પિતાએ પોતાની જ કથિત પુત્રીનું બલિદાન આપવાનું ભયંકર પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
હાલ 14 વર્ષીય માસુમ બાળકીના મૃત્યુની ઘટનામાં તેના માતા-પિતા શંકાના દાયરામાં છે. કેમ કે, પોલીસ પૂછપરછમાં બાળકીના પિતા અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. જે સ્થળે ઘટના બની હોવાની આંશકા વ્યક્ત થઈ છે ત્યાંથી પોલીસને મળેલા પુરાવાઓ FSLમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી શકશે. હાલ પોલીસ દ્વારા બાળકીના પિતા સહિત ચાર લોકોની પૂછપરછ કરી રહી છે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પિતાએ હત્યા બાદ ચાર દિવસ સુધી લાશને રાખી હતી અને તંત્ર વિદ્યાની મદદથી તેને જીવિત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ જ્યારે યુવતી જીવિત ન હતી ત્યારે તેની છેલ્લી ક્રિયા કરવામાં આવી હતી. હાલ પોલીસે સગીર બાળકીના માતા-પિતાને આરોપો વચ્ચે કસ્ટડીમાં લીધા છે. પોલીસ બાળકીના પિતા અને અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે.  આ ઘટના સામે આવતા સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં અરેરાટી સાથે ચકચાર વ્યાપી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર