પુછપરછમાં જાણવા મળ્યુ કે, આરોપીને પોતાના દીકરાના અભ્યાસ માટે ફી ભરવા માટે રૂપીયાની જરૂર હતી. મૃતક મનસુખભાઇએ શરીરે સોનાની પોંચી તથા સોનાની ચેઇન પહેરેલ હતી. જેથી લુંટના આશયે મનસુખભાઇ ઉર્ફે મનુભાઈ માવજીભાઇ સતરાને સસ્તા ભાવે જમીન અપાવવાની લાલચ આપી વડાલાથી પાવડીયારા રોડ તરફ જતા રસ્તે હનુમાન મંદીરથી આગળ રોડની ડાબી બાજુ જમીન બતાવવા માટે લઇ ગયો હતો અને બાવળની ઝાડીમાં એકલતાનો લાભ લઇ સવારના આશરે સાડા અગીયાર વાગ્યાના અરસામાં છરીના કુલ 12 ઘા મારી હત્યા નીપજાવેલ અને સોનાના દાગીના બ્રેસલેટ (પોંચી) તથા સોનાનો ચેઇન લોકેટની લૂંટ ચલાવી મુન્દ્રા આવી અને ફેડ બેન્કમાં બ્રેસલેટ જમા કરાવી લોન લીધી હતી. સોનાનું લોકેટ તેના ઘરે મંદીર નીચે છુપાવેલું હોવાની કબુલાત પણ આપી હતી. જેના આધારે પોલિસે તપાસ શરૂ કરી છે