અનંત ચૌદશના દિવસે સુરત શહેરમાં ગણેશ વિસર્જન શાંતિપુર્ણ માહૌલમાં સંપન્ન થાય તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સુરત પોલીસ વિભાગના સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શહેરના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરત શહેર બે જોઈન્ટ પોલીસ કમિશનર સહિત એડિશનલ સીપી ક્રાઈમ ઉપરાંત ૧૨ એસ.આર.પી., ૧ આર.એ.એફ., ૧ બી.એસ.એફ ની સુરક્ષા દળોની ટૂકડી બંદોબસ્તમાં તૈનાત કરાઇ છે. તેમજ ૧૬ એસ.પી, ૩૫ એ.સી.પી. ૧૦૬ પી.આઈ., ૨૦૫ પી.એસ.આઇ. ૪૨૦૬ પોલીસ અને ૫૫૩૩ હોમગાર્ડના જવાનો સહિત ૧૫ હજાર જેટલા અધિકારીઓ-પોલીસ કર્મીઓ ખડેપગે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ફરજ બજાવશે.