Ind Vs NZ - વર્લ્ડકપમાં બીજીવાર ભારત રમશે Two Day Match, જાણો શુ છે ડકવર્થ લુઈસ

બુધવાર, 10 જુલાઈ 2019 (11:04 IST)
આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે મંગળવારે રમાનારી સેમીફાઈનલ આજે પુરી થશે.  વર્લ્ડ કપમાં આ બીજી વાર છે કે ભારતની વનડે મેચ ટુ ડે થઈ ગઈ.  આ પહેલા 1999માં વર્લ્ડ કપમાં ભારત અને ઈગ્લેડ વચ્ચે મેચ બે દિવસ સુધી ચાલી હતી.  એ મેચ 29 અને 30 મે ના રોજ રમાઈ હતી. ત્યારે ટીમ ઈંડ્ડિયાએ 29 મે પહેલા બેટિંગ કરતા 8 વિકેટ પર 232 રન બનાવ્યા હતા. જવાબમાં ઈગ્લેંડએ 20.3 ઓવરમાં 3 વિકેટ પર 73 રન બનાવી લીધા અહ્તા. ત્યારબાદ વરસાદને કારણે મેચ 30 મે ના રોજ પુરી થઈ. ટીમ ઈંડિયાએ આ મુકબાલો 63 રનથી જીતી લીધો હતો. 
 
મંગળવારે ન્યુઝીલેંડ પહેલા બેટિંગ કરતા 46.1 ઓવરમાં 5 વિકેટ પર 211 રન બનાવી લીધા અહ્તા. ત્યારે વરસાદ આવી ગયો અને બીજી વાર મેચ શરૂ ન થઈ શકી. રિઝર્વ ડે હોવાને કારણે આજે મેચ ત્યાથી જ શરૂ થશે જ્યા ગઈકાલે ખતમ થયો હતો. મેચચેસ્ટરમાં આજે પણ વરસાદ થવાની આશંકા બતાવાઈ છે. વરસાદ નહી રોકાયો તો ન્યુઝીલેંડ વર્લ્ડ ચેમ્પિયન બનવાની રેસમાંથી બહાર નીકળી જશે.  લીગ સ્ટેજની પોઈંટ ટેબલના આધાર પર ભારત ફાઈનલમાં પહોંચવાનો હકદાર બની જશે. 
શુ કહે છે ડકવર્થ લુઈસ નિયમ - બે અંગ્રેજ સાંખ્યિકી વિશેષજ્ઞો ફ્રૈક ડકવર્થ અને ટોની લુઈસે તેની શોધ કરી હતી. આ પ્રણાલી હેઠળ ગણના કરતી વખતે એવુ માનવામાં આવે છે કે કોઈપણ ટીમ રન બનાવવાના બે સ્ત્રોત (ઓવર અને વિકેટની ઉપલબ્ધતા)ના આધાર પર જ રન બનાવી શકે છે. મેચ દરમિયાન કોઈપણ સમય આ બે આધાર પર લક્ષ્ય  નક્કી કરવામાં આવે છે. કોઈપણ મેચમાં બચેલી ઓવર કે બોલ અને પડી ચુકેલી વિકેટના આધાર પર લક્ષ્ય નક્કી કરવામાં આવે છે. 
 
આ મેચ દરમિયાન એ સ્થિતિમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે જ્યારે મેચ એક કે તેનાથી વધુ વાર રોકવી પડે.  આ માટે બંને ટીમોન બંને સ્ત્રોતોની ટકાવારી કાઢવામાં આવે છે.  તેના આધાર પર પછી બેટિંગ કરનારી ટીમ માટે લક્ષ્યની ગણના કરવામાં આવે છે. જો પછી બેટિંગ કરનારી ટીમ પહેલા જ તેનાથી વધુ રન બનાવી ચુકી હોય છે તો  તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જો તેના રન બરાબર થયા તો મુકાબલો ટાઈ માનવામાં આવે છે. ઓછા રન બનતા પછી બેટિંગ કરનારી ટીમને હારનો સામનો કરવો પડે છે. જો કે આ નિયમ વ્યવ્હારિક રૂપે સમજવો મુશ્કેલ છે.  આ પ્રણાલીની ખૂબ આલોચના થઈ ચુકી છે. એક ક્રિકેટ વિશેષજ્ઞ એ લખ્યુ હતુ કે આ નિયમને દુનિયામાં 2 જ વ્યક્તિઓએ પૂરી રીતે સમજ્યો છે. પહેલા ડકવર્થ અને બીજો લુઈસે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર