હાથમાં બ્રશ લઇને કામ કરવા નીકળી પડી ગુજરાતની આ મુસ્લિમ છોકરીઓ

મંગળવાર, 2 જુલાઈ 2019 (15:40 IST)
શહેરના જૂહાપુરા વિસ્તારની મુસ્લિમ છોકરીઓ આજકાલ એવું કામ કરી રહી છે જેના પર ક્યારે પરૂષોનો અધિકાર હતો. હીઝાબ અને બુરખોમાં જોવા મળતી આ છોકરીઓએ હવે હાથમાં પેઇન્ટિંગ બ્રશ પકડ્યું છે. જુહાપુરાની આ છોકરીઓ કલર કામ કરી રહી છે. તેમના મનમાં આત્મનિર્ભર હોવાનો જૂસ્સો છે, પરિવારને સ્પોર્ટ કરવાની ચાહત છે અને તેઓને તે સમાજની કોઇ પડી નથી જે છોકરીઓને ઘરની ચાર દિવાલમાં બાંધી રાખવાનું પસંદ કરે છે.
 
આ છોકરીઓમાં કોઇ ગુજરાન ચલાવવા માટે તો કોઇ તેમના અભ્યાસ માટે ઘરમાં કલર કામ કરવાનું પસંદ કર્યું છે. આ છોકરીઓની ઉંમર 18થી 20 વર્ષ છે. આ કામમાં તેમને રોજના 800 રૂપિયા મળે છે. લગભગ 6 મહિનાથી આ છોકરીઓ આ કામ કરી રહી છે. આ છોકરીઓ ઉપરાંત અન્ય 15થી 20 મહિલાઓ છે જે આ કલર કામ સાથે જોડાયેલી છે.
 
આ મહિલાઓને એક સંસ્થા દ્વારા આ કામ શીખવાડવામાં આવ્યું હતું. આ છોકરીઓ જ્યારે આ કામ કરવાનું વિચારી રહી હતી ત્યાર તેમના પરિવારજનો તરફથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પરિવારજનોને સમજાવી મનાવ્યા બાદ તેઓને આ કામ કરવાની પરવાનગી મળી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર