ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં પાકિસ્તાન સામે હાર્યા પછી ભારતીય ટીમ (Indian Cricket Team) દબાણમાં છે. પ્રથમ મેચમાં ભારત 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેની પ્લેઈંગ ઈલેવનની પસંદગીને લઈને પણ ઘણા સવાલો ઉભા થયા હતા. જ્યારે ભુવનેશ્વર કુમારને ટીમમાં લેવામાં આવ્યો ત્યારે ઘણા લોકોના નાક મોં ચઢ્યા હતા. ત્યારબાદ ભુવી આ મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. હવે ભારતે ટૂર્નામેન્ટમાં તેની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાનુ છે. આ મેચ 31 ઓક્ટોબરે રમાવાની છે. આ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ શરૂ કરી છે. આગામી મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. હવે આ તો મેચ પહેલા જ ખબર પડશે. પરંતુ આ પહેલા વર્લ્ડ કપ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે ભારત-ન્યૂઝીલેન્ડ(India vs New Zealand) મેચને લઈને માહોલ બનાવવાનું શરૂ કરી દીધું છે.
જેના હેઠળ તેમણે વિરાટ કોહલી અને ઋષભ પંત માટે એક જાહેરાત બહાર પાડી છે. આમાં કોહલી ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન પંતને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાની વાત કરી રહ્યો છે. જાહેરાતમાં વિરાટ કોહલી અને ઋષભ પંત એકબીજાને કોલ કરતા જોવા મળે છે. આમાં, બંને વચ્ચે આગામી મેચ વિશે વાતચીત થઈ રહી છે, જેમાં પંત ફેંસ તરફથી મળી રહેલા સૂચનો વિશે જણાવે છે. આ દરમિયાન કોહલી આગામી મેચમાં પંતને હટાવવાની વાત કરે છે. આ સાંભળીને ઋષભનું મોંઢુ ઉતરી જાય છે.
વિરાટ (આશ્ચર્યજનક રીતે) - તો એ હિસાબથી તો મારે દરેક સિક્સ પછી બેટ બદલવુ જોઈએ
ઋષભ - જીતવા માટે કંઈક ને કંઈક તો બદલવુ જ પડશે
ભારત પાસે છે ત્રણ કીપર
T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ત્રણ વિકેટકીપર કેએલ રાહુલ, ઈશાન કિશન અને રિષભ પંત છે. પરંતુ કીપરની જવાબદારી પંતના ખભા પર છે. રાહુલ અને કિશન બંને બેટ્સમેન તરીકે રમી રહ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ પંતે આ જવાબદારી સંભાળી હતી. તેણે બેટિંગમાં પણ પોતાની છાપ છોડી હતી અને 30 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન વિરાટ કોહલી સાથે 53 રનની ભાગીદારી નોંધાવી હતી.