Vinod Kambli: વિનોદ કાંબલીની હાલત બગડી, હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ

સોમવાર, 23 ડિસેમ્બર 2024 (17:20 IST)
Vinod Kambli: ભારતીય ટીમના ક્રિકેટર વિનોદ કાંબલીનુ હાલ સચિન તેંદુલકરની સાથે વીડિયો વાયરલ થયો હતો.  તેમા તે સચિનને પોતાની પાસે બેસવા માટે કહે છે. બંને જૂના મિત્ર કોચ રમાકાંત આચરેકર માટે આયોજી એક કાર્યક્રમમાં મળ્યા હતા.  આ ક્રાર્યક્રમમાં પણ કાંબલીની હાલત ખરાબ લાગી રહી હતી. કાંબલીનો જ્યારે તેંદુલકર સાથે વીડિયો વાયરલ થયો. ત્યારબાદ ભારત માટે વનડે વર્લ્ડકપ 1983 નો ખિતાબ જીતનારા સભ્યો તેમની મદદ માટે સામે આવ્યા. કપિલ દેવ આર્થિક રૂપે તેમની મદદ માટે તૈયાર હતા. હવે ફ્રેંસ માટે દિલ તોડનારા સમાચાર આવી રહ્યા છે.   કાંબલીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અને તેમએન ઠાણેના પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.  હાલ ડોક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી છે અને બધા જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 

 
કરિયરની શરૂઆતમાં ભારતે કર્યુ દમદાર પ્રદર્શન 
વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે વર્ષ 1991માં વનડેમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે ટીમ ઈંડિયા માટે ટેસ્ટમાં વર્ષ 1993 માં ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ. શરૂઆતમાં તો તેમણે ટીમ ઈંડિયા માટે દમદાર પ્રદર્શન કર્યુ હતુ.  તે ભારત માટે સૌઇથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનારા બેટ્સમેન રહ્યા હતા. તેમણે 14 દાવમાં આવુ કર્યુ હતુ. પણ પછી તે પ્રદર્શનને છોડીને પર્સનલ જીવન માટે ફેમસ રહ્યા. 
 
આવુ રહ્યુ છે વિનોદ કાંબલીનુ કરિયર 
વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચોમાં કુલ 1084 રન બનાવ્યા છે. જેમા 4 સદી અને ત્રણ હાફ સેંચુરીનો સમાવેશ છે..  આ ઉપરાંત તેમણે ટીમ ઈંડિયા માટે કુલ 104 વનડે 2477 રન બનાવ્યા છે. જેમા બે સદી અને 14 હાફ સદીનો સમાવેશ છે.  2000માં તેમનુ પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ અને આ કારણે તેઓ ટીમ ઈંડિયામાંથી બહાર થઈ ગયા.  તેમણે ટીમ ઈંડિયા માટે પોતાની અંતિમ વનડે મેચ વર્ષ 2000માં રમી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર