આ ખેલાડી કરશે ભારતની કેપ્ટનશિપ, ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ

મંગળવાર, 2 નવેમ્બર 2021 (17:38 IST)
ભારતીય ક્રિકેટ ટીમનો ટી20 વર્લ્ડકપનામાં નિરાશાજનક દેખાવથી સેમિ ફાઇનલમાંથી બહાર થવાની પૂરી શક્યતા છે. પ્રથમ મુકાબલામાં પાકિસ્તાન સામે 10 વિકેટથી કારમી  હાર અને બીજા મુકાબલામાં 8 વિકેટથી કારમા પરાજય બાદ ક્રિકેટ ચાહકો રોષે ભરાયા છે.  ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કેએલ રાહુલ ન્યુઝીલેન્ડની સામે રમાનારી T-20 ઈન્ટરનેશનલ સીરીઝમાં ભારતીય ટીમની કમાન સંભાળશે તેવી અપેક્ષા છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ICC T-20 વર્લ્ડ કપ પછી ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપશે. 
 
ટી-20 વર્લ્ડકપ પૂરો થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવશે. વર્લ્ડકપમાં પહેલાના આશરે ચાર મહિનાથી ભારતીય ખેલાડીઓ બાયો બબલમાં રહે છે. જેની અસર વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન પર પડી હોવાનું કેટલાક સિનિયર ખેલાડીઓ કહી રહ્યા છે, આ કારણે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. કોહલી પહેલાથી જ ટી20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી ચુક્યો છે. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે.ન્યૂઝ એજન્સી એએનઆઈને સૂત્રોએ જણાવ્યું કે, કેએલ રાહુલ કેપ્ટનશિપ કરી શકે છે. સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. રાહુલ ટીમનો એક મહત્વપૂર્ણ ખેલાડી છે અને તે ટી20 સ્ટ્રક્ચરમાં સારી કેપ્ટનશિપ કરી જાણે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં ક્રિકેટ ફેંસની પણ કોવિડ-19 પ્રોટોકોલ સાથે મેદાન પર વાપસી થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર