Men Behind Virat Kohli - આ વ્યક્તિઓને કારણે વિરાટ કોહલી કરે છે તાબડતોબ બેટિંગ... જાણો કોણ છે એ ?

શુક્રવાર, 16 જૂન 2017 (12:01 IST)
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી ફક્ત પોતાની કપ્તાનીથી જ નહી પણ પોતાની બેટિંગથી પણ સતત સફળતાઓ મેળવી રહ્યા છે. તેમણે પોતે સ્વીકાર્યુ છે કે તેમની બેટિંગ છેલ્લા એક બે વર્ષથી ખૂબ સુધરી છે. ગુરૂવારે ચેમ્પિયંસ ટ્રોફીના સેમીફાઈનલમાં જીત મેળવ્યા પછી પ્રેસ કૉન્ફરેંસના દરમિયાન તેમણે કહ્યુ, 'જો છેલ્લા એક બે વર્ષમાં મારી બેટિંગમાં ખૂબ મજબૂતી આવી હોય તો તેમા બે લોકોનો હાથ છે. 
 
રઘુની બોલના કાયલ છે ટીમ ઈંડિયાના કપ્તાન 
 
28 વર્ષીય વિરાટે સંજય બાંગડ અને રઘુનુ નામ લેતા કહ્યુ, 'એક બેટ્સમેનની સફળતાથી પડદા પાછળ આ માટે કામ કરતા લોકોને વધુ મહત્વ મળતુ નથી.  પણ હુ માનુ છુ કે ખાસ કરીને રઘુએ મને 140 કિમીની ગતિની બોલ પર પ્રેકટિસ કરાવીને મારી બેટિંગને વધુ મજબૂત કરી નાખી છે.' સંજય બાંગડ ટીમ ઈંડિયાના બેટિંગ કોચ છે. પણ રઘુ વિશે ઓછા જ લોકોને ખબર હશે. 
 
કોણ છે રઘુ 
 
ઉલ્લેખનીય છે કે રઘુ નામથી બોલાવાતા વ્યક્તિ રાઘવીંદ્ર છે. રઘુ ભારતીય ટીમ સાથે એક ખાસ હેતુથી જોડાયેલા છે. તેઓ પ્રેકટિસ દરમિયાન થ્રો-ડાઉન (નેટ્સ પર બેટ્સમેનોને બોલ ફેંકે છે)ની જવાબદારી ભજવે છે. રઘુ કલાકો બોલ ફેંકીને ટીમ ઈંડિયાના બેટ્સમેનોને પ્રેકટિસ કરાવે છે. વિરાટ કોહલી ઉપરાંત તેઓ સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજોને પણ નેટ્સ પર બોલ નાખી ચુક્યા છે. 
એક સમયે રઘુ પોતે ક્રિકેટર બનવા માંગતા હતા 
 
કર્ણાટકના રહેનારા રઘુ ક્રિકેટર બનવાનુ સપનુ લઈને મુંબઈ ગયા હતા. પણ તેમને ત્યા ક્લબો તરફથી રમતા વધુ સફળતા મળી નથી.  રઘુ પોતાના ઘરે પરત ફર્યા. ત્યા તેમને એક ઈંસ્ટીટ્યૂટ સાથે ખુદને જોડ્યુ. પછી તે રણજી ટીમના થ્રો ડાઉન આસિસ્ટેંટ બની ગયા. ત્યારથી તેમની કિસ્મત પલટી. 2008માં તેમને એનસીએ (નેશનલ ક્રિકેટ એકેડમી)માં નોકરી મળી ગઈ. ત્યારબાદ જ તેઓ ટીમ ઈંડિયા સાથે જોડાય ગયા. 
 
વિરાટની ફરી કમાલ 
 
વિરાટ કોહલીએ વનડેના સૌથી ઝડપી 8000 રન પૂરા કરી લીધા છે. તેમણે સેમીફાઈનલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 88 રન બનાવતા જ આ રેકોર્ડ બનાવી નાખ્યો. 28 વર્ષીય વિરાટને 175મી રમતમાં આ ઉપલબ્ધિ મેળવી. તેમણે દ. આફ્રિકી દિગ્ગજ એબી ડિવિલિયર્સને પાછળ છોડ્યા.  ડિવિલિયર્સે 182 દાવમાં 8000 રન પૂરા કર્યા હતા. 

વેબદુનિયા પર વાંચો