હાર્દિક પંડ્યાના પિતાની આર્થિક સ્થિતિ સારી નહતી, કેટલીક વખત હાર્દિક અને તેના ભાઇ કૃણાલને દિવસમાં એક વખત જ ભોજન મળી શકતુ હતું. તેમના પિતા હિમાંશુ પંડ્યાને કેટલીક વખત હાર્ટ એટેક પણ આવી ચુક્યો છે. ખરાબ સ્વાસ્થ્યને કારણે નોકરી પણ કરવી મુશ્કેલ હતી. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાંય કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું અને 5 વર્ષના હાર્દિક અને 7 વર્ષના કૃણાલે ક્રિકેટ એકેડમી જોઇન કરી હતી. દીકરાની રમત પ્રત્યેની લગન જોઇ તેના પિતા વડોદરાથી મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા. હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યાર બાદ તેણે સમગ્રપણે ક્રિકેટ પર ફોકસ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિયેશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.