- ભારત-પાક મેચ જોવા માટે ચાહકોને કરોડો રૂપિયા ખર્ચવા પડી શકે છે
ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો સામ સામે આવે છે તો બંને વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળે છે. ભારત અને પાકિસ્તાનની મેચનો ક્રેજ જ કંઈક એવો રહે છે કે રસ્તા પર સન્નાટો છવાય જાય છે. લોકો ટીવી સ્ક્રીન પરથી હટવાનુ નામ લેતા નથી અને સ્ટેડિયમમાં મેચ જોવા પહોચેલા ફેંસ હૂટિંગ કરતા જોવા મળે છે.
સત્તાવાર વેચાણ પર જે ટિકિટની કિંમત $400 હતી, રિસેલ સાઇટ્સ પર તેની કિંમત 40,000 ડોલર છે, એટલે કે અંદાજે રૂ. 33 લાખ. જો તેમાં પ્લેટફોર્મ ફી પણ ઉમેરવામાં આવે તો તેની કિંમત 50,000 ડોલર એટલે કે 41 લાખ રૂપિયા થઈ જશે.
તમને જણાવી દઈએ કે સેકન્ડરી માર્કેટમાં સુપર બાઉલ 58 ટિકિટની કિંમત મહત્તમ $9000 છે, જ્યારે NBA ફાઇનલ્સ માટે કોર્ટસાઇડ સીટ મહત્તમ $24,000માં ઉપલબ્ધ છે.