ભારતે શ્રીલંકાને હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રીલંકાની સામે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 20 ઓવરમાં 160 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીતનો સૌથી મોટો હીરો નવોદિત ફાસ્ટ બોલર શિવમ માવી રહ્યો જેણે 4 વિકેટ પોતાના નામે કરી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.