વિરાટ સહિત આ 5 ખેલાડી નહી રમી શકે IPL ! BCCIની એક્શને ફેંસની ચિંતા વધારી

સોમવાર, 2 જાન્યુઆરી 2023 (13:14 IST)
ભારત માટે વર્ષ 2022 કોઈ ખાસ ન રહ્યુ. ટીમ ઈંડિયાને આ વર્ષે રમાયેલ ટી20 વર્લ્ડકપના સેમીફાઈનલમાં ઈગ્લેંડના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. તેને લઈને વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાયુઆરી 2023ના રોજ બીસીસીઆઈનીની રિવ્યુ મીટિંગ કરવામાં આવી.  આ મીટિંગમાં કરવામાં આવેલ નિર્ણયો પછી લાગ્યુ કે બીસીસીઆઈ એક્શન મૂડમાં આવી ચુકી છે. વર્લ્ડકપ માં મળેલી હાર ઉપરાંત અન્ય પણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી.  
 
આ દરમિયાન એક નિર્ણય લેવામાં આવ્યો જેનાથી ક્રિકેટ ચાહકો પરેશાન છે. આગામી ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો ભાગ બની શકે તેવા ખેલાડીઓને લઈને BCCIએ મોટો નિર્ણય લીધો છે. ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ માટે, BCCI તેમને IPLમાં રમવાથી પણ રોકી શકે છે. આ નિર્ણય બાદ ફેન્સ ચિંતિત છે. આવો એક નજર કરીએ એવા ખેલાડીઓ પર કે જેમને IPLમાં રમવાથી રોકી શકાય છે. આ પાંચ ખેલાડીઓ એવા છે કે જેઓ આગામી ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે. આવી સ્થિતિમાં ખેલાડીઓનું ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. IPL એક એવી ટૂર્નામેન્ટ છે જેમાં ખેલાડીઓ આખા મહિનાથી વધુ સમય સુધી વ્યસ્ત રહે છે. BCCIએ ખેલાડીઓના કામના દબાણને ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. તેમજ ઈજાનો ઈતિહાસ ધરાવતા લોકોનું આઈપીએલ 2023 દરમિયાન બીસીસીઆઈની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી દ્વારા "સાથે" દેખરેખ રાખવામાં આવશે.
 
અગાઉની ઘટનાઓ પરથી BCCI એ શીખ લીધી 
 
બીસીસીઆઈએ પોતાની અગાઉની ઘટનાઓ પરથી સીખ લઈને આ મોટુ પગલુ ઉઠાવ્યુ છે. ભારતમાં આઈપીએલ એક એવી ટૂર્નામેંટ છે જેનાથી બીસીસીઆઈ મોટી રકમ વસૂલે છે. આવામાં જો સ્ટાર ભારતીય ખેલાડી આઈપીએલ મિસ કરી દેશે તો આખી ટૂર્નામેંટનો રોમાંચ ખતમ થઈ જશે.  બીસીસીઆઈએ આ નિર્ણય ખેલાડીઓને થઈ રહેલી ઈજાઓ અને તેમના કામના બોજને ધ્યાનમાં રાખીને લીધો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ જસપ્રીત બુમરાહ છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તે વર્ષ 2022માં ટી20 વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારત બુમરાહને ચૂકી ગયું હતું. સેમીફાઈનલમાં ટીમ એક પણ વિકેટ લઈ શકી ન હતી. આવી સ્થિતિમાં આ નિર્ણય માત્ર ખેલાડીઓના હિતમાં છે.
 
બિન્નીએ પુરુ કર્યુ વચન 
 
વર્ષ 2022માં બીસીસીઆઈના અધ્યક્ષ બનેલા રૉજર બિન્નીએ પોતાનુ પદ સાચવતા જ સૌથી પહેલા ખેલાડીઓને થઈ રહેલ ઈંજરીને લઈને ચિતા બતાવી હતી. તેમને તેને લઈને કહ્યુ હતુ કે તેઓ જલ્દી તેના પર કંઈક કામ કરશે. રવિવારે થયેલ મીટિંગમાં બિન્નીએ આ નિર્ણહ્ય લેતા પોતાનુ વચન પુર્ણ કર્યુ.  કોઈએ વિચાર્યુ પણ નહી હોય કે ખેલાડીઓએ વર્કલોડને મેનેજ કરવા માટે તે આઈપીએલ જેવા મોટા ટૂર્નામેંટને દાવ પર લગાવી દેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર