હેજલે કહ્યુ - ક્યારેય હાર નથી માનતો યુવી, જાણો હેજલનો પ્રેમભર્યો સંદેશ

શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (16:39 IST)
ટીમ ઈંડિયામાં યુવરાજનુ કમબેકને યુવરાજનુ લેડી લક તરીકે ઓળખાવવા લાગ્યુ હતુ. યુવી લાંબા સમયથી ટીમમાંથી બહાર હતા અને ટીમમાં આવવા માટે તનતોડ મહેનત કરે રહ્યા હતા.  પણ હાલ જ તેમના લગ્ન થયા અને તેમને ત્રણ વર્ષ પછી વનડે ટીમની ટિકિટ પણ મળી ગઈ. 
 
યુવરાજે કટકમાં સદી લગાવીને આ સાબિત કરી દીધુ કે તેઓ હાર નથી માનનારાઓમાં નથી.  યુવરાજની આ શાનદાર રમત પછી તેમની લેડી લક હેજલ કીચે તેમના માટે એક પ્રેમભર્યો સંદેશ આપ્યો છે.  હેજલે તેમની સદીના વખાણ કરતા કહ્યુ કે યુવરાજનું મિડલ નામ ભયંકર હોવુ જોઈએ. 127 બોલમાં 150 રન, મેન ઓફ ધ મેચ, ઈગ્લેંડ વિરુદ્ધ 2-0થી ભારતની જીત. 
 
તેમણે યુવીની કેંસર સામે લડાઈને યાદ કરતા કહ્યુ, 'કીમોથેરેપી પછી યુવીએ પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસને પરત મેળવ્યુ અને છેવટે ભારતની વન ડે ટીમમાં ફરીથી સ્થાન મેળવી લીધુ.  એટલાજ ઉત્સાહથી લગ્નના બધા કાર્યમાં પણ સામેલ રહ્યા.  મિત્રો આ જ છે ક્યારેય હાર ન માનવાનો જોશ. કેંસરમાંથી બહાર નીકળવુ અને તેને હરાવવામાં અંતર હોય છે. 
 
ઉલ્લેખનીય છે કે યુવીએ ડિસેમ્બરની શરૂઆતમાં હેજલ કીચ સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના એક મહિના પછી જ તેમણે ઈગ્લેંડ વિરુદ્ધ વનડે અને ટ્વેંટી 20 શ્રેણી માટે ટીમ ઈંડિયા તરફથી નિમંત્રણ આવી ગયુ. 

વેબદુનિયા પર વાંચો