કોરોના ઈફેક્ટ - IPL માં ફ્રોરેન પ્લેયર્સના સામેલ થવા પર લાગ્યુ ગ્રહણ

ગુરુવાર, 12 માર્ચ 2020 (10:39 IST)
આઈપીએલ-2020માં વિદેશી ખેલાડીઓની ભાગીદારી પર સંકટના વાદળો મંડરાય રહ્યા છે. સરકારે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે નવા વીઝા પ્રતિબંધોનો આદેશ આપ્યો છે. જો કે બીજી બાજુ બીસીસીઆઈએ કહ્યુ છેકે તે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આઈપીએલના 13માં સીઝનની શરૂઆત થવામાં થોડાક જ દિવસ બચ્યા છે. 
 
દેશમાં કોરોનો વાયરસના નવા કેસોને ધ્યાનમાં રાખીને રાજદ્વારી અને રોજગાર જેવી કેટલીક કેટેગરીઓ સિવાય 15 એપ્રિલ સુધીના તમામ વિદેશી વિઝા પર પ્રતિબંધ સાથે સરકારે નવી સલાહ આપી છે. જ્યારે બીસીસીઆઈ આગામી બે દિવસ રાહ જોશે અને તે પછી જ આ વર્ષ આઈપીએલ બારમાં તેની સ્થિતિ સ્પષ્ટ કરશે.
 
બોર્ડના વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું, 'કૃપા કરીને અમને બે દિવસનો સમય આપો. અત્યારે, તમને નક્કર માહિતી આપવી શક્ય નથી. ભારતમાં કોરોના વાયરસના 60 કેસ નોંધાયા છે, અને વૈશ્વિક સ્તરે 4000 થી વધુ મૃત્યુ થયા છે.
 
આઈપીએલની મેચ 29 માર્ચથી શરૂ થવાની છે. ખાલી સ્ટેડિયમમાં મેચ થવાનો વિકલ્પ છે, પરંતુ આ અંગેનો નિર્ણય 14 માર્ચે મુંબઇમાં યોજાનારી લીગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે પણ કહ્યું છે કે આ સંજોગોમાં રાજ્ય સરકારે આઈપીએલને લઇને મોટા નિર્ણયો લેવી પડી શકે છે. ટોપે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ જોતાં સરકાર પાસે માત્ર બે જ વિકલ્પ છે - આઈપીએલ મેચોને મુલતવી રાખવી અથવા ટીવી દર્શકોને મર્યાદિત રાખવી.
 
આવુ કરવાથી જાહેરાતના પૈસાના નુકશાનથી બચી શકાશે. આ મેચોનો વીમો લેવામાં આવે છે  જેનો અર્થ છે કે બીસીસીઆઈ અને ફ્રેન્ચાઇઝી બંને તેમના રોકાણોનો મોટો ભાગ બચાવી શકશે. 
 
.આઈપીએલ માટે લગભગ 60 વિદેશી ખેલાડીઓએ ભારત આવવું પડશે. બોર્ડે કહ્યું કે હજી સુધી તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ ખેલાડીઓના વિઝા રદ્દ કરવામાં આવ્યા છે કે નહીં. બીજી તરફ, IPLની ગુરુવારે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર