ભારતની હાર બાદ આ ખેલાડી પર ફુટ્યો હાર્દિકનો ગુસ્સો, એક જ ઓવરમાં બગાડી નાખી ટીમ ઈંડિયાની ગેમ

શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (14:01 IST)
ટીમ ઈંડિયાએ શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની ટી20 શ્રેણીની બીજી મેચમાં 16 રનથી હારનો સામનો કરવો પડ્યો.  આ મેચમાં પહેલા બેટિંગ કરતા લંકાએ 206 રન બનાવીને મોટુ ટોટલ ઉભુ કર્યુ જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં માત્ર 190 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આ મેચમાં એક એવો રેકોર્ડ બનાવ્યો જેને કોઈ તોડવાનું પસંદ નહિ કરે. અર્શદીપે આ મેચમાં કુલ 5 નો બોલ ફેંક્યા હતા. અર્શદીપની ઓવર ટીમ ઈન્ડિયાની હારનું મોટું કારણ બની ગઈ. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ અર્શદીપને લઈને મોટું નિવેદન આપ્યું છે.
 
અર્શદીપના ખરાબ રમત પર શુ બોલ્યા હાર્દિક  
શ્રીલંકા સામે 5 નો બોલ ફેંકનાર અર્શદીપે તેની પહેલી જ ઓવરમાં સતત 3 નો બોલ ફેંક્યા હતા. તેણે તે ઓવરમાં કુલ 19 રન આપ્યા હતા. અર્શદીપની આ ભૂલ બાદ કેપ્ટન હાર્દિક ઘણો ગુસ્સે થયો હતો. હાર્દિકે મેચ બાદ કહ્યું, "તમારો દિવસ ખરાબ હોઈ શકે છે પરંતુ મૂળભૂત બાબતોથી દૂર ન જાઓ." આ સ્થિતિમાં તે ખૂબ જ મુશ્કેલ છે. તેણે ભૂતકાળમાં પણ ઘણી વખત નો-બોલ ફેંક્યો છે. હું તેના પર આરોપ નથી લગાવી રહ્યો પરંતુ નો બોલ કોઈ પણ ફોર્મેટમાં ગુનો નથી.હાર્દિકના નિવેદનથી એક વાત સ્પષ્ટ છે કે તે અર્શદીપની ભૂલથી ઘણો નારાજ હતો.
 
પાવરપ્લેમાં ગુમાવી મેચ 
હાર્દિકે મેચ વિશે આગળ વાતચીત કરતા કહ્યુ, બોલિંગ અને બેટિંગ, પાવરપ્લેમાં અમારી બંને જ વસ્તુ ખરાબ રહી. અમે બુનિયાદી ભૂલો કરી જે અમે આ સ્તર પર નહોતી કરવી જોઈતી. મૂળ વાતો શીખવી જ ઓઈએ જેને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. સૂર્યાએ ચાર નંબર પર શાનદાર પ્રદર્શન કર્યુ. બીજા મેચમાં પોતાનુ ડેબ્યુ કરી રહેલા રાહુલ ત્રિપાઠીએ નંબર ત્રણ પર બેટિંગ કરી. જેના પર હાર્દિકે કહ્યુ, જે કોઈપણ ટીમમાં આવે છે તમે તેને તેની ભૂમિકા આપવા માંગો છો. જેમા તે સહજ રહે. 
 
બરાબરી પર પહોચી સીરિઝ 
 
પૂણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમો વચ્ચે છેલ્લા બોલ સુધી ક્લોઝ લડાઈ જોવા મળી હતી પરંતુ અંતે મુલાકાતી ટીમ 16 રનથી જીતી ગઈ હતી. શ્રીલંકાની ટીમે અહીં 206 રનના સ્કોરનો બચાવ કર્યો હતો અને ભારતીય ટીમને 190 રનના સ્કોર સુધી રોકવામાં સફળ રહી હતી. આ જીત સાથે જ બંને ટીમો વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર પહોંચી ગઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર