તમાશો જોવો એ દરેક માણસની પ્રકૃતિમાં જોડાયેલ છે. ખાસ કરીને બે પ્રાણીઓને, બે લોકોને કે બે ટીમોને લડાવી તમશો જોવો. મરધાની લડાઈ, કબૂતરબાજી, જીવ જોખમમાં નાખીને આખલાની લડાઈ હોય કે મલ્લયુદ્ધ, આ દરેકમાં માણસને ખૂબ મજા આવે છે, ભલે પછી રમનારનો જીવ જતો રહે. સભ્યતાની સાથે રમત અને ખેલભાવનાનો વિકાસ થયો. પરંતુ આ પાશવી પ્રવિત્તિ ક્યાકને ક્યાક પરત ફરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વિશ્વકપની સેમીફાઈનલ મેચને લઈને જે પ્રચાર-યુદ્ધ ચાલી રહ્યુ છે, તે ભયાનક છે. સમગ્ર ઉપમહાદ્વીપમાં ક્રિકેટને લઈને જોરદાર ઝનૂન છે. 26/11ના દર્દનાક જખમ પર ક્રિકેટની કૂટનીતિનો મલમ લગાડવામાં પણ વાંધો નથી, જો આવો જખમ બીજીવાર ન આપે અને જખમ આપનારાને કડકમાં કડક સજા આપવાની દવા પણ આ સાંત્વનામાં સમાયેલ હોય. પરંતુ આ બધા પ્રયત્નોમાં આ બધાનુ મૂળ છે, જે આ બધાનુ કેન્દ્રબિંદૂ છે, ક્રિકેટની પિચ, જેના પાયા પર આ ચાલ ચાલવામાં આવી રહી છે એનુ જ ક્યાક નામોનિશાન ન મટી જાય. પ્રચારને કારણે બુધવારની મેચમાં બંને દેશોના ખેલાડીઓ પર જે માનસિક દબાણ પડશે, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
ક્રિકેટની અસલી મજા તો તેની રમતમાં છે, તેની સાથે સંકળાયેલ રોમાંચમાં છે. આમ પણ વ્યવસાયિકતાએ આ રમતનો નેચરલ આનંદ ઘણો ઓછો કરી નાખ્યો છે. આ રમત સાથે જોડાયેલ પૈસાની રમતે લાઈવ કવરેજ દરમિયાન થનાઅ કોમર્શિયલ બ્રેકે રમતને મોટી બનાવી નાખી છે. ખેલાડી બ્રાંડ એમ્બેસેડર બની ગયા છે.
ક્રિકેટની આ શેરડીમાંથી નીકળતો રોમાંચ રૂપી રસને વધુને વધુ નીચોડવાના ચક્કરમાં એટલીવાર તોડી-મરોડીને મશીનમાં નાખવામાં આવવા માંડ્યો છે કે તેના રોમાચનો અંત થવાનો ભય પણ હવે સત્ય બનીને સામે આવવા માંડ્યો છે. આ બધુ થવા છતા અને મેચ ફિક્સિંગ જેવા કિસ્સાઓ સામે આવવા છતા લોકોનો આ મેચ પ્રત્યે રસ કાયમ છે, જેથી તેને બચાવી રાખવો ખૂબ જરૂરી છે.
એ તો નક્કી છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી ક્રિકેટ મેચને બંને દેશોના ઈતિહાસના કાળા પ્રતિબિંબથી મુક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ આ સમયે મીડિયા અને ખાસ કરીને ટીવી ચેનલ જે રીતે આ મેચને લઈને ઉહાપોહ ઉભો કરી રહેલ છે, તે સામાન્ય લોકો વચ્ચે તણાવ ઓછો કરવાને બદલે વધારી રહ્યુ છે.
PTI
મેચ વિશે વાત કરવાને બદલે બંને દેશો વચ્ચે થયેલ યુદ્ધોના વિજુઅલ્સ બતાવવામાં આવી રહ્યા છે. સીમા પર ગોઠવાયેલ સૈનિકોના ઈંટરવ્યુ લેવામાં આવી રહ્યા ક હ્હે. ભારત-પાક મેચના તણાવનુ પણ એક મોટુ બજાર છે. આ બજાર આ તણાવના દરેક મિલીમીટરથી પૈસા પડાવવા માંગે છે. વધારે પડતુ ખેંચવાથી ક્યાક ડોર તૂટી ન જાય, તેની પરવા આ બજારને નથી. તેમને તો બસ પૈસાથી મતલબ છે.
આવા કપરાં સમયે બધુ જ દેશની જનતા પર આધારિત છે. તેમણે એ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે ક્રિકેટ પ્રત્યેની પોતાની દિવાનગીને કોઈના હાથે બજારમાં વેચાય ન જવા દે. આ રમત છે અને રમતમાં એકની હાર તો બીજાને જીત એ નક્કી જ છે. આ ભાવના સાથે ક્રિકેટનો આનંદ લેવામાં આવે તો તેનાથી ક્રિકેટનું પણ ભલુ થશે અને દેશનુ પણ. આના કરતા વધુ જરૂરી એ છે કે આપણે રમતને ધર્મ અને ઈતિહાસના કડવા અનુભવો સાથે જોડીને હિંસક ન બની જઈએ. તેથી ઓ વ્હાલા દેશવાસીઓ ભારત-પાક મેચને યુદ્ધ ન સમજો એક રમત સમજીને તેનો આનંદ ઉઠાવો... આ વખતે ભારતીય ટીમની સાથે સાથે દેશવાસીઓને પણ તેમના ક્રિકેટની દિવાનગી માટે પોતાની જાત પર કંટ્રોલ રાખવા કહેવુ પડશે-
.'ઓલ ધ બેસ્ટ ટુ ઈંડિયન ટીમ એંડ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ ઈંડિયન પીપલ ટુ કંટ્રોલ યોર સેલ્ફ