માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આ વર્ષે વેસ્ટઇંડીજમાં રમાનારા ટ્વેંટી-20 વિશ્વ કપમાં રમવાથી ઇનકાર કરતા કહ્યું છે કે, તે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં નહીં રમવાના પોતાના નિર્ણય પર કાયમ છે.
તેંડુલકર 20 એપ્રિલથી 16 મે સુધી યોજાનારા વિશ્વકપના 30 સંભાવિત ખેલાડીઓમાં શામેલ નથી પરંતુ ભૂતપૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં લોકો શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલા આ બેટ્સમેનથી પોતાનો નિર્ણય બદલીને ટ્વેંટી-20 માં રમવા માટે કહી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, હું આઈસીસી વિશ્વ ટવેંટી-20 માં રમી રહ્યો નથી. હું 2007 બાદ ટ્વેંટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યો નથી અને મને નથી લાગતું કે, તે હવે કોઈ મુદ્દો છે.