ભારત-શ્રીલંકા મેચ વરસાદના કારણે રદ ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થનારી મેચમાં વરસાદે ભંગ પાડ્યો હતો. સતત ચાલી રહેલા વરસાદને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર એકદિવસીય મેચ હજી સુધી શરૂ થઈ શકી ન હતી. અને અંતે આ મેચને રદ કરવી પડી હતી. હવે આ મેચ આવતી કાલે યોજવમાં આવશે.
અત્રે મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા જ વરસાદે માજા મૂકી હતી. જેનાથી મેચ નિર્ધારિત સમયે શરૂ થઈ શકી ન હતી. હજી પણ નિરંતર વરસી રહેલા વરસાદના કારણે પ્રેમદાસા સ્ટેડિયમની આઉટફીલ્ડ ભીંજાઈ ગઈ હતી. હજી પણ પીચ પર કવર બિછાવેલા છે.
ક્રિકેટ ચાહકોએ ખુબ જ આશા રાખીને બેઠા હતા કે ક્યારે વરસાદ બંધ થાય અને મેચ ચાલુ થાય, પરંતુ વરસાદે રોકાવાનો અણસાર ન આપતા અંતે મેચ રદ કરવી પડી હતી. હવે આ મેચ આવતીકાલે આજના નિર્ધારીત સમયે રમાશે.