મેડિકલના વિદ્યાર્થીઓ અને સ્ટાફે વેક્સીન લીધી હોવાથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની સૂચના

ગુરુવાર, 17 જૂન 2021 (15:38 IST)
કોરોના મહામારીના કારણે ખોરંભે પડેલુ શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું છે ત્યારે હાલ સુધી ચાલી રહેલું મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની શિક્ષણ હવે તબક્કાવાર ઓફલાઇન શરૂ કરવામાં આવશે, કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને સ્કૂલો તથા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણના સ્થાને ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગત જાન્યુઆરી બાદ સ્કૂલો અને કોલેજોમાં ફિઝિકલ શિક્ષણ શરૂ થયું હતું, પરંતુ માર્ચ મહિનાથી કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં ફરીવાર શૈક્ષણિક કાર્ય ઓનલાઈન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યના તબીબી શિક્ષણ કમિશનરે તમામ મેડિકલ કોલેજોના ડીનને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. મેડિકલના વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી હોવાથી હવે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
 
વિદ્યાર્થીઓનું માત્ર ટીચિંગ જ ઓનલાઈન થાય છેતબીબી શિક્ષણ કમિશનરે મેડિકલ કોલેજોના ડીનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્યના તમામ અભ્યાસક્રમો ઓનલાઈન ચલાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ હાલમાં પ્રેક્ટિકલ તથા કોવિડ ડ્યૂટીમાં સંકળાયેલા છે. માત્ર ટીચિંગ જ ઓનલાઈન થાય છે. મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરપી,નર્સિંગ, ઓપ્ટોમેટ્રીના અભ્યાસક્રમોના મોટા ભાગના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ વેક્સિનેટેડ થઈ ગયા છે તથા વિદ્યાર્થીઓને વેક્સિન લેવાની બાકી હોય તે તમામને વેક્સિનેટ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ટીચિંગની ગુણવત્તા જળવાઈ રહે એ હેતુથી તમામ તકેદારી સાથે મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રીના UG તથા PGના વિદ્યાર્થીઓને ઓફ્લાઈન શિક્ષણ તાત્કાલિક અસરથી શરૂ કરવા જણાવવામાં આવ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર