ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની ધરપકડ કરી પોલીસે માર માર્યાનો આક્ષેપ

ગુરુવાર, 21 મે 2020 (13:42 IST)
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની પોલીસે ગઈકાલે સાંજે ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ સ્ટેશનમાં તેને ઢોર માર માર્યોનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો છે.આજે કાલાવડ રોડ પર મામલતદાર ઓફિસે આવ્યા ત્યારે તેઓ બેભાન થઇ ગયા હતા. આથી કોંગ્રેસના નેતાઓ ત્યાં દોડી જઇ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઇકાલે કલેક્ટર કચેરીએ ડુંગળી, કપાસ સાથે આ લોકો વિરોધ આવ્યા હતા. આથી જાહેર સ્થળ પર આવો વિરોધ કરીશકાય નહીં. આથી પોલીસે પાલ આંબલીયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમજ આ પાંચેય વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. આજે મામલતદાર સમક્ષહાજર રાખઈ જામીન પર મુક્ત કર્યા છે. પોલીસે માર માર્યો તે અંગે પાલ આંબલીયા લેખિતમાં રજૂઆત કરશે તો ઇન્કવાયરી થશે. ખેડૂતા પ્રતિનિધિ તરીકે રજૂઆત કરી શકે પરંતુડુંગળી, કપાસ જાહેર સ્થળ પર લાવી શકાય નહીં.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર