દેશભરમાંથી દિવ્યાંગજનો વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર પર પોતાના અસામર્થ્ય સાથે એક વિશાળ ટીમ તરીકે પહોંચીને નવો વિશ્વ વિક્રમ સ્થાપશે. ભારત સરકારે સિયાચીન ગ્લેશિયર પર ચઢાણ કરવા માટે શારીરિક અસામર્થ્ય ધરાવતા લોકોની ટીમને અનુમતિ આપી છે. દિવ્યાંગજનોની ટીમને સશસ્ત્ર દળોનાં અગ્રણીઓની ટીમ Team CLAWએ તાલીમ આપી છે.
આઝાદી પર્વ નિમિત્તે, કેબિનેટ મંત્રી ડો. વીરેન્દ્ર કુમારે દિવ્યાંગજન સિયાચન ગ્લેશિયર એક્સ્પિડિશન ટીમને લઈ જતા વાહનને ફ્લેગ-ઓફ આપીને ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર, 15 જનપથ, નવી દિલ્હી ખાતેથી રવાના કર્યુ હતું, જે હાંસિયામાં રહેલા સમુદાયોને સશક્ત કરવા માટે અને સમાજમાં સામાજિક આર્થિક પરિવર્તન લાવવા માટેના સંશોધન અને નીતિ પ્રદાન કરવા માટેની ફરજિયાત અગ્રણી સ્વાયત્ત સંશોધન સંસ્થા છે.
આ અગ્રણી અભિયાન, ઓપરેશન બ્લુ ફ્રિડમના સફળ અમલીકરણ, ભારતને દિવ્યાંગજનોને સશક્ત બનાવવામાં એક નેતા તરીકે વૈશ્વિક મંચ પર મજબૂતીથી સ્થાપિત કરશે જ પણ સાથે યુદ્ધના મેદાન ઉપરાંત તેની બહાર પણ ભારતના સશસ્ત્ર દળોના કૌશલ્ય અને હૃદયને પણ શક્તિશાળી સ્વરૂપે ચિત્રિત કરશે.