લાલ કિતાબ પર આધારિત ઘણા ઉપાયો એવા છે જેને અપનાવીને આપણે આપણું જીવન સુખમય અને સમૃદ્ધિશાળી બનાવી શકીએ છીએ. આ પુસ્તક જીવન સાથે સંબંધિત લગભગ બધી સમસ્યાઓનો ઉકેલ માટે જાણીતુ છે. તેમા બધા પહેલુઓ સાથે જોડાયેલ સમસ્યાઓનો ઉપાય તેમા આપેલો છે. આ ઉપરાંત આ ઉપાયો ફક્ત તમને જ ઠીક નથી કરતા પણ આનાથી તમારી આસપાસની બીજી વસ્તુઓ પણ ઠીક થઈ જાય છે. આ સંપૂર્ણ રીતે વાતાવરણ સાથે અનુકૂળ છે. ખુદ અનુભવ કરવા માટે અપનાવો કેટલાક ટોટકા જેનાથી સંસારની દરેક ખુશી તમને મળી જશે.
ધન માટે - આ માટે તમે ઘર, દુકાન કે શો-રૂમમાં એક અલંકારિક ફુવારો મુકો અથવા એક માછલી ઘર જેમા 8 સોનેરી અને એક કાળી માછલી મુકો. તેને ઉત્તર કે ઉત્તરપૂર્વ તરફ મુકો. જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી તેમા નાખી દો.