મંગળવાર ભગવાન હનુમાનનો દિવસ છે. આ દિવસે હનુમાન જીની પૂજા કરવાથી હનુમાન જી ખુશ થાય છે, કુંડળીમાં મંગલ દોષ સમાપ્ત થાય છે. મંગલનો ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનના દુખ દૂર થાય છે
મંગળવારે પૂજા સ્થળે હનુમાન તંત્રની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જલ્દી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. હનુમાન જી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોના તમામ કષ્ટોને દૂર કરે છે. મંગળવારે હવન ન કરવો જોઇએ, જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મંગળવારે હવન કરવું વર્જિત માનવામાં આવે છે.
મંગળવારે હનુમાન જીને લાલ રૂમાલ અર્પિત કરવો જોઈએ અને આ રૂમાલને પ્રસાદ તરીકે રાખવો જોઈએ, જ્યારે પણ તમે કોઈ જરૂરી કામ માટે જાઓ છો ત્યારે આ રૂમાલ તમારી સાથે લઇ જશો તો બધા કાર્યો પૂરા થાય છે. ધ્યાનમાં રાખો કે કોઈ પણ દૈનિક કાર્ય જેવા કે મોઢુ લુંછવુ, હાથ સાફ કરવા વગેરે કાર્યમાં આ રૂમાલનો ઉપયોગ ન કરો.
તમે ચાહો તો મંગળવારે ઉપવાસ પણ કરી શકો છો, પરંતુ જો તમે ઉપવાસ કરી શકતા નથી, તમે આ દિવસે હનુમાનજીની પૂજા કરશો તો પણ હનુમાનજી પ્રસન્ન થઈ જશે. આ દિવસે ભગવાન હનુમાનને ગોળ અર્પણ કરો અને પૂજા પછી તે ગોળ ગાયને ખવડાવી દો. તમારા મનમાં કોઈના માટે પણ ઈર્ષા રાખશો નહીં. ધનધાન્યની ક્યારેય કમી નહી રહે.