12 કરોડની લોટરી અને 3 મહિના નોનસ્ટોપ પાર્ટી... પગ અને ફેફસાએ આપી દીધો જવાબ, હોસ્પિટલમાં આવ્યો હોશ

મંગળવાર, 7 ઑક્ટોબર 2025 (13:10 IST)
બ્રિટનના નોર્વિચની પાસે મૈટીશૉલના રહેનારા એડમ લોપેજએ જુલાઈમાં એક કરિયાણાની દુકાનમાંથી લોટરે ખરીદી હતી. કિસ્મતે સાથ આપ્યો અને રાતોરાત તેના બેંક એકાઉંટમા મુક્યા લગભગ 1500 રૂપિયા  વધીને 12 કરોડ રૂપિયાની આસપાસ થઈ ગયા. 
 
જો તમારા એકાઉંટમાં લગભગ 1500 રૂપિયા હોય અને રાતોરાત તે વધીને 12 કરોડ રૂપિયા થઈ જાય તો તમે શુ કરશો ? કદાચ જોરદાર પાર્ટી ? શોક થી કરો પણ જેટલી પાર્ટી 39 વર્ષના એડમ લોપેજે કરી એટલી તો કરવાનુ વિચારશો પણ નહી. એડમ લોપેજએ આજથી લગભગ ત્રણ મહિના પહેલા 2 મિલિયન પાઉંડ ની લોટરી જીતી હતી. તેણે ત્રણ મહિનામાં રોકાયા વગર એવી પાર્ટી કરી કે તેને 8 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ. . હવે તેને સબક મળી ગયો છે અને તેને પોતાની હેલ્થને પ્રાથમિકતા આપવાનુ નક્કી કરી લીધુ. 
 
બીબીસીની રિપોર્ટ મુજબ બ્રિટનના નોર્વિચની પાસે મૈટીશૉલના રહેનારા એડમ લોપેજે જુલાઈમા એક કરિયાણાની દુકાનમાંથી લોટરે ખરીદી હતી. કિસ્મતે સાથ આપ્યો અને રાતો રાત તેના બેંક એકાઉંટમાં મુકેલા £12.40 (લગભગ 1500 રૂપિયા) વધીને £1,000,012.40 (12 કરોડ રૂપિયાની આસપાસ) થઈ ગયા.  
 
તેણે જણાવ્યુ કે જુલાઈમાં લોટરી જીત્યા બાદથી તેની લાઈફ એકમ જ રોલરકોસ્ટર બની ગઈ હતી. તેણે પોતાની જેસીબી ચલાવવાની નોકરી છોડી દીધી. તે સતત છેલ્લા ત્રણ મહિનાથી પાર્ટી કરી રહ્યા હતા અને આવુ કરવા માટે તેમણે દિવસ અને રાતનો ખ્યાલ ન કર્યો. તેમની પાર્ટી દિવસ અને રાત સતત ચાલી રહી હતી.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર