ગુજરાતમાં બન્યો ભારતનો પ્રથમ 'સ્ટીલ રોડ', 6 લેનનો 1 KM લાંબો રોડ

સોમવાર, 28 માર્ચ 2022 (11:28 IST)
દેશના વિવિધ સ્ટીલ પ્લાન્ટમાંથી દર વર્ષે 19 મિલિયન ટન સ્ટીલનો કચરો ઉત્પન્ન થાય છે. સ્થિતિ એવી છે કે સ્ટીલ પ્લાન્ટ્સમાં કચરાના પહાડો સર્જાયા છે. પરંતુ હવે આ સ્ટીલના કચરામાંથી રોડ બનાવવામાં આવશે. ઘણા વર્ષોના સંશોધન બાદ સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ સ્ટીલના કચરા પર પ્રક્રિયા કરીને બાલાસ્ટ બનાવ્યું છે. આ બલાસ્ટથી ગુજરાતમાં 1 કિલોમીટરનો 6 લેનનો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. હવે દેશમાં બની રહેલા હાઈવે પણ આ સ્ટીલના કચરામાંથી જ બનાવવામાં આવશે.
ગુજરાતના હજીરા બંદર પરનો આ એક કિલોમીટર લાંબો રસ્તો અગાઉ કેટલાય ટન વજન વહન કરતી ટ્રકોને કારણે ખરાબ હાલતમાં હતો, પરંતુ એક પ્રયોગમાં આ રોડ સંપૂર્ણપણે સ્ટીલના કચરામાંથી બનાવવામાં આવ્યો હતો. હવે દરરોજ 1000 થી વધુ ટ્રકો 18 થી 30 ટન વજન લઈને પસાર થાય છે. પરંતું રોડ ટસનો મસ થતો નથી. આ પ્રયોગ પછી હવે દેશના હાઈવે અને અન્ય રસ્તાઓ સ્ટીલના કચરામાંથી બનાવવામાં આવશે, કારણ કે તેનાથી બનેલા રસ્તાઓ ખૂબ જ મજબૂત છે અને તેની કિંમત પણ લગભગ 30 ટકા ઓછી થઈ ગઈ છે. CRRI અનુસાર, સ્ટીલના કચરામાંથી બનેલા રસ્તાની જાડાઈ પણ 30 ટકા ઘટી ગઈ છે.
 
જોકે દેશના વિવિધ સ્ટીલ પ્લાન્ટમાંથી દર વર્ષે 19 મિલિયન ટન કચરો ઉત્પન્ન થાય છે, એક અંદાજ મુજબ તે 2030 માં 50 મિલિયન ટન થશે. આનાથી સૌથી મોટો ખતરો પર્યાવરણ માટે છે. તેથી જ નીતિ આયોગની સૂચના પર, સ્ટીલ મંત્રાલયે ઘણા વર્ષો પહેલા સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને આ કચરાના ઉપયોગનો પ્રોજેક્ટ આપ્યો હતો. ઘણા વર્ષોના સંશોધન પછી, વૈજ્ઞાનિકોએ સુરતના AMNS સ્ટીલ પ્લાન્ટમાં સ્ટીલના કચરા પર પ્રક્રિયા કરીને બેલાસ્ટ તૈયાર કર્યું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર