કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ ચાલી રહ્યો છે. પાછલા વર્ષ 2020થી જ વર્ક કલ્ચરમાં થયેલો ફેરફાર કાયમ છે. આજના આ કપરા સમયમાં દુનિયાની મોટામાં મોટી કંપનીઓ વર્ક ફ્રામ હોમનું કલ્ચર ફોલો કરી રહી છે. પણ આ સમયે હેલ્થ પર પણ પ્રભાવ પડી રહ્યો છે. ઑફિસ આવતા-જતા આપણે ઘણી બધી એક્ટેવિટીઝ કરી લેતા હતા. હવે ઘરેજ રહીને કામ કરવાનુ છે અને જરૂર પડતા બહાર નીકળવાનુ છે.
તો આવો જાણીએ કેવી રીતે આપણી હેલ્થની કાળજી રાખવી જોઈએ. .
1. ઑફિસમાં આપણે લિમિટમાં ખાતા હતા અને આપણા ખાન-પાનનું ધ્યાન રાખતા હતા. પણ ઘરે રહીને કામ કરતી વખતે કઈક ન કઈક ખાતા રહીએ છીએ, . ઘણી વાર ચા, કોફી પીવાનુ મન કરે છે. પણ આવું ન કરવું. ચોક્કસ સમયે જ ખાવું.