પર વાહન ચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી. સામેની બાજુએથી આવતું વાહન દેખાતું જ ન હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં 5 ડિગ્રી સુધી તાપમાનનો પારો ઉંચકાઈ શકે છે.
બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયામાં પવનો ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે. 3 દિવસ તાપમાનનો પારો ચઢ્યા બાદ આ તારીખથી પારો નીચે આવશે.દરમિયાન આ પાંચ દિવસો દરમિયાન કોઈ પણ પ્રકારની ઠંડી, કોલ્ડવેવ કે અન્ય પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી નથી. સુકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 8.2 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી, પણ ગાંધીનગરને બાદ કરતાં અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી વધુ નોંધાતા ઠંડીમાં ક્રમશ ઘટાડો થયો છે. આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે અમદાવાદનું મહત્તમ 30.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઠંડી 2 ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઇ 8 દિવસ બાદ ઠંડીનો પારો 11 ડિગ્રી પાર પહોંચ્યો હતો. કાતિલ ઠંડીથી રાહત વચ્ચે દિવસનું તાપમાન પણ આંશિક વધતાં 29 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જેના કારણે બપોરના સમયે સામાન્ય ગરમીનો અનુભવ શરૂ થયો છે. ઉત્તર ગુજરાતને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર આગામી ત્રણેક દિવસ રહેવાની સંભાવના છે. ભેજવાળા પવનના કારણે અંશત: વાદળછાયું વાતાવરણ બની શકે છે, તેમજ તાપામાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. આગામી તા.3 ફેબ્રુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઉચકાઇ શકે છે.