ડેડિયાપાડામાં ચિક્કાર દેશી દારૂ પીધા બાદ યુવકને ઊલટીઓ થવા લાગી, 9 કલાકમાં જ મોત

સોમવાર, 6 ડિસેમ્બર 2021 (13:16 IST)
ડેડીયાપાડામાં દેશી દારૂ પીધા બાદ 9 કલાકમાં એક નવ યુવકે જીવ ગુમાવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખેત મજૂરીના કામ સાથે સંકળાયેલા યુવકને ઊલટી થતા તાત્કાલિક ખાનગી વાહનમાં સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. રવિ વસાવાનું મોત લઠ્ઠાને કારણે થયું હોવાની વાત બહાર આવતા પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે કેમિકલ સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. સંજય વસાવા(મૃતકના ભાઈ)એ જણાવ્યું હતું કે,ત્રણ ભાઈ-બહેનમાં રવિ બીજા નંબરનો દીકરો હતો. ખેત મજૂરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ક્યારેક ક્યારેક મિત્રો સાથે દારૂ પીવાની કુટેવ ધરાવતો રવિ (ઉ.વ. 20) રવિવારની રાત્રે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો.લગભગ આઠ વાગ્યે નશામાં ચુર બનીને ઘરે આવેલા રવીએ 9-10 વાગે ઊલટીઓ શરૂ કરી દેતા એને તત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ લઈ આવ્યા હતા. જ્યા આજે વહેલી સવારે રવીનું મોત નીપજ્યું હતું. મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ ન જાણી શકાતા ડોક્ટરોએ પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી હતી.નામ ન લખવાની શરતે ડોક્ટરોએ જણાવ્યું હતું કે,મોટાભાગે ગામડાઓમાં મજૂરો દેશી દારૂ જ પિતા હોય છે, અને ખરાબ પ્રવાહી કે પદાર્થથી બનાવવામાં આવેલો દારૂ ક્યારેક મોત સુધી ખેંચી જાય છે. ચોકકસ રવિના મોત પ્રકરણમાં કેમિકલ સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલાશે અને રવીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર