બાળકોની વધુ એક વેક્સિન મળશે- ઝાયડસની કોરોના વેક્સિનને લીલી ઝંડી

શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (19:06 IST)
ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકોને કોરોનાની વધુ એક વેક્સિન મળી શકે છે. જોનસન એન્ડ જોનસન કંપનીને ભારતમાં 12-17 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિન ટ્રાયલ માટે મંજૂરી માંગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યુ હતું કે, બાળકો માટે વિકસાવવામાં આવેલી વેક્સિનના પરિણામ આવતા મહિને જાહેર કરવામાં આવશે.મને વિશ્વાસ છે કે, બાળકો માટેની રસી ટૂંક સમયમાં જ આવી જશે. એઇમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારત બાયોટેકની વેક્સિન 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની રસીના પરિણામ સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. #
 
માંડવિયાએ કહ્યુ હતું કે, અમારો ઉદ્દેશ્ય દરેક નાગરિકને રસીકરણ કરવાનો છે. ભારત સરકાર પહેલાથી જ ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકને બાળકોની રસી માટે મંજૂરી આપી દીધી છે. અમે આશા રાખીએ છીએ કે, તેમની શોધના પરિણામ આગામી મહિને આવી જશે. મને વિશ્વાસ છે કે, બાળકો માટેની રસી ટૂંક સમયમાં જ આવી જશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર