સુરતમાં સંક્રમણ વધ્યું, એક દિવસમાં 62ના મોત, પરંતુ કોરોનાના ખાતામાં માત્ર 12

શુક્રવાર, 9 એપ્રિલ 2021 (09:24 IST)
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. દરરોજ દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થઇ રહ્યો છે. એવામાં દર્દીઓના મોટી સંખ્યામાં મોત થઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ગત 24 કલાકમાં 62 દર્દીઓના મોત થયા, એક સમાચારપત્રના અહેવાલ અનુસાર તેમાંથી 12 દર્દીઓન કોરોનાના ખાતામાં નોંધાયા છે. ઘરેથી વોર્ડ સુધી પહોંચવામાં સમય લાગી રહ્યો હોવાથી તે દર્દીઓના મોટી જીવલેણ સાબિત થઇ રહ્યું છે.
 
દર્દીઓની લાપરવાહી, એબુંલન્સનું વેઇટિંગ, સમય પર સ્ટ્રેચર ન મળવું, ઓપીડીમાં બે કલાક જેટલો સમય, કોરોના ટેસ્ટ કરાવવા માટે બે કલાકનો સમય અને ત્યારબાદ વોર્ડ સુધી જવા માટે લિફ્ટમાં વેટિગ હોય છે. આ જટિલ પ્રક્રિયાઓમાં દર્દીઓના પરિજનોની સ્થિતિ બેહાલ છે. પહેલાં વડિલો અને કોમાર્બિડ દર્દીઓના મોત થતા હત, હવે નાની ઉંમરના સ્ટેબલ દર્દીઓ હોસ્પિટલમાં દમ તોડી રહ્યા છે. 
 
કોવિડ હોસ્પિટલમાં દર્દીએ સવારે 8 વાગે પાણી માંગ્યું હતું, પરંતુ તેને બપોરે 2 વાગે પાણી મળ્યું. અશ્વિની કુમાર રોડ પર મોદી મહોલ્લામાં રહેનાર એક દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાંજે 7 વાગે હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે જમવાનું પણ ન મળ્યું અને 6 કલાક સુધી પાણી વિના પરેશાન થઇ ગયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર