ભૂલથી પણ પથારી નીચે ન રાખો કોઇ સામાન, નહીતર ભંગ થઇ જશે પરિવારની સુખ-શાંતિ

શુક્રવાર, 7 મે 2021 (15:47 IST)
કઇ દિશામાં કઇ વસ્તુ રાખવી જોઇએ તેના વિશે જણાવવાની સાથે જ ઘરમાં હાજર ઘણી વસ્તુઓ ઘણા પ્રકારના વાસ્તુ દોષ દૂર કરવામાં પણ મદદ કરે છે વાસ્તુ શાસ્ત્ર. એવી માન્યતાઓ છે કે વાસ્તુના નિયમોનું પાલન ન કરવાથી વ્યક્તિ વિશેષનું સ્વાસ્થ્ય જ નહી, પરંતુ તેની આર્થિક અને સામાજિક સ્થિતિ પર પણ અનુકૂળ પ્રભાવ પડે છે. ઘણીવાર તમને મહેસુસ થશે કે પથારીમાં સુવા છતાં પણ ઉંઘ આવતી નથી, ખરાબ સપના આવે છે અને અચાનક આંખ ખુલી જાય છે. તેનું કારણ બેડરૂમમાં હાજર વસ્તુઓ પણ દોષ હોઇ શકે છે. 
 
બેડમાં બોક્સ બનાવી તેમાં સામાન રાખશો નહી
વાસ્તુ શાસ્ત્રના એક્સપર્ટનું માનવું છે કે પથારી કે પલંગ નીચે રાખવામાં આવતી વસ્તુઓ બેડરૂમના વાસ્તુદોષ અને ઉપર જણાવવામાં આવેલી સમસ્યાઓ માટે જવાબદાર હોય છે. હાલ ઘરમાં જગ્યા ઓછી હોવાથી મોટાભાગના લોકો બેડમાં બોક્સ બનાવીને તેમાં ઘરનો સામાન અથવા રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ ભરી દે છે. પરંતુ વાસ્તુ એક્સપર્ટનું માનીએ તો આમ બિલકુલ ન કરવું જોઇએ. 
 
નકારાત્મક ઉર્જા વધતાં સુખ-શાંતિ થઇ જશે નષ્ટ
તેનું કારણ એ છે કે તમારા બેડ નીચેનો ભાગ હવાઉજાસવાળો અને સંપૂર્ણરીત સાફ હોવો જોઇએ. ત્યારે બેડરૂમમાં સકારાત્મકતા એટલે કે પોઝિટિવિટી જળવાઇ રહે અને ત્યાં ઉંઘનાર વ્યક્તિને સારી ઉંઘ આવે. પરંતુ જો પથારી નીચે ઘરનો સામાન અથવા કબાડ રાખવામાં આવે તો તેનાથી પણ બેડરૂમમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને તમારી મેરેજ લાઇફમાં સમસ્યાઓ આવવા લાગે છે. એટલું જ નહી આમ કરવાથી ઘરની સુખ શાંતિ ભંગ થઇ જશે. 
 
બેડને લઇને આ વાતોનું રાખો ધ્યાન
- બેડરૂમમાં પોતાના બેડ અથવા પથારીને દીવાલથી એકદમ અડાવીને ન રાખો. 
- બેડ સંપૂર્ણપણે સમતોલ હોવો જોઇએ. કોઇપણ ભાગ ઉપસેલો હોય અથવા ખાડો ન હોવો ન જોઇએ.
- બેડ જ નહી પરંતુ ગાદલાના નીચે પણ કોઇ વસ્તુ ન રાખો.
- બેડ હંમેશા લાકડાનો હોવો જોઇએ તેને બેડરૂમના દક્ષિણ અથવા પશ્વિમ ભાગમાં રાખવો જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર