ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ વચ્ચે અકસ્માત થયો, 43 ક્રૂ-મેમ્બરને બચાવી લેવાયા

શનિવાર, 27 નવેમ્બર 2021 (13:27 IST)
ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ વચ્ચે અકસ્માત થયો હતો. MV એવિએટર અને MV ક્રેઝ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેને લઈ આપાતકાલીન મદદની જરૂર પડી હતી. જેની માહિતી ભારતીય સુરક્ષા એજન્સીને થતા સમયસર પહોંચી બંને જહાજના 43 ક્રૂ-મેમ્બરને બચાવી લીધા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક જહાજ હોંગકોંગ અને બીંજુ જહાજ માર્શલ આઈલેન્ડનું હોવાનું સામે આવ્યું છે.

હોંગકોંગના જહાજમાં કુ મેમ્બર ભારતીય હોવાની વિગતો સામે આવી છે. જ્યારે માર્શેલ આઈલેન્ડના જહાજમાં ફિલિપાઈન્સના કુ મેમ્બર સવાર હતા.ઓખા નજીક અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર થયો હતો. શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જોકે કયા કારણસર આ બન્ને જહાજ વચ્ચે અકસ્માત થયો એ જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે બન્ને જહાજ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માગવામાં આવી હતી, જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કોસ્ટ ગાર્ડના બે નાના જહાજો બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા.જહાજમાંથી ઓઈલ લીક ન થાય તે માટે કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તમામ સવાર તમામ ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં છેમધદરિયે બે કાર્ગો જહાજ વચ્ચે અકસ્માત થયો હતો. એક જહાજ હોંગકોંગ અને બીંજુ જહાજ માર્શલ આઈલેન્ડનું હોવાનું સામે આવ્યું છે. ટીમે જહાજમાંથી 43 ક્રૂ-મેમ્બરને સુરક્ષિત બચાવી લીધા હતા. હોંગકોંગના જહાજમાં 21 ભારતીય ક્રૂ-મેમ્બર હતા, જ્યારે માર્શલ આઈલેન્ડના જહાજમાં 22 ફિલિપિન્સના ક્રૂ-મેમ્બર સવાર હતા. તમામ ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં છે.આ અકસ્માત થતાં બંને શિપમાંથી ઓઈલ રસાવ સમુદ્રમાં ન ભળે અને જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેના પ્રયાસ ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદનસીબે 43 ક્રૂ-મેમ્બરનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી, જોકે બંને શિપમાં નુકસાન થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર