કોરોના રોગચાળાને હરાવવા માટે લાગુ 21 દિવસનો લોકડાઉન ચાલુ છે. લોકડાઉનનો સોમવારનો છઠ્ઠો દિવસ છે, આ દરમિયાન લોકોને વધુને વધુ ઘરોમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. જો કે હવે જરૂરિયાતનો સામાન લેવા માટે દરેક જગ્યાએ છૂટ આપવામાં આવી રહી છે, આ સિવાય હોમ ડિલિવરીની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસનો રોગચાળો સતત ફેલાય રહ્યો છે. રવિવારે કોરોના વાયરસનો કેસ દેશમાં 1000 નો આંકડો પાર કરી ગયો છે અને સોમવારે સવાર સુધીમાં આ સંખ્યા 1100 ની પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અત્યાર સુધીમાં 98 લોકો સાજા થયા છે રવિવારે મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યોમાંથી નવા કેસ નોંધાયા છે.
- ગુજરાતમાં પૉઝિટિવ કેસોની સંખ્યા 63 થઈ ગઈ છે.
- વિશ્વભરમાં છ લાખ કરતાં વધારે લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
- વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ 721, 583 કેસ નોંધાયા છે, તેનાં કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 33,958 પર પહોંચી છે.
- વિશ્વમાં સૌથી કેસ અમેરિકા (142,106), ઇટાલી (97,689), ચીન (82,122), સ્પેન (80,110) અને જર્મનીમાં (62,095) નોંધાયા છે.
- ઇટાલીમાં (10,799), સ્પેનમાં (6,803), ચીનનાં હુબેઈમાં (3,182), ઈરાનમાં (2,640) અને ફ્રાન્સમાં (2,606) દરદી મૃત્યુ પામ્યાં છે.