ગાંધીનગરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ 9 કેસ

શનિવાર, 21 માર્ચ 2020 (13:13 IST)
સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે. દેશનાં જુદાં-જુદાં ભાગોમાં કોરોના વાયરસ સંક્રમણનાં આ આંકડો 256 થઇ ગયો છે. જ્યારે સંક્રમિતોનાં સંપર્કમાં આવનારા 6,700થી પણ વધારે લોકોને ચુસ્ત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે. આજે ફરીથી રાજસ્થાનમાં 6 નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તેમાંથી 5 કેસ ભીલવાડા જિલ્લાથી અને એક જયપુરથી સામે આવ્યા છે. તો આ તરફ ગુજરાતમાંથી પણ વધુ બે પોઝિટીવ કેસ નોંધાયો છે. જેમાં એક વડોદરા અને એક ગાંધીનગરમાંથી પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધીનાં પોઝિટિવ કેસની જો વાત કરીએ તો અમદાવાદમાં 3 અને વડોદરામાં 2 પોઝિટિવ અને સુરત-રાજકોટ- ગાંધીનગરમાં 1-1 કેસ નોંધાયા બાદ હવે ફરીથી વડોદરા અને ગાંધીનગરમાં એક-એક નવા કેસ નોંધાયો છે. 
 
હાલમાં ગાંધીનગરમાં કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જેમાં મળતી માહિતી મુજબ કોરોનાગ્રસ્ત વ્યક્તિ 13મી તારીખે દુબઈ ગયા હતા અને 16મી તારીખે પરત ફર્યા હતા. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝીટીવની કુલ સંખ્યા 9 થઈ ગઈ છે.
 
વડોદરામાં કોરોનાનો ત્રીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. શ્રીલંકાથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વ્યક્તિ 14મી માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા પરત આવ્યો હતો. સયાજી હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં 52 વર્ષના દર્દીને રાખવામાં આવ્યો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર