એલજી હોસ્પિટલ બંધ કરતાં પહેલાં જાણ કરવી જોઈએઃ અમદાવાદના મેયરે ઓનલાઈન મીટીંગ કરી

શુક્રવાર, 24 એપ્રિલ 2020 (12:30 IST)
કોરોના અને લોકડાઉન વચ્ચે અધિકારીઓ દ્વારા લેવાતાં નિર્ણયોથી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો અજાણ હોય તેવું વારંવાર બનતાં આખરે મેયરે ઓનલાઇન મિટિંગ લેવાનું શરૂ કર્યું છે. ગુરુવારે તેમણે તમામ વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ તેમણે અધિકારીઓને એવું સ્પષ્ટ કહી દીધું હતું કે, એલજી હોસ્પિટલ ભલે બંધ કરાવી પણ અમને જાણ કરવી તો જોઈતી હતી. અધિકારીઓએ એક માસમાં કેટલા કોર્પોરેટર અને લોકોના ફોન ઉઠાવ્યા તેની તપાસ કરવી જોઈએ. અધિકારીઓ સિનિયર પદાધિકારીના ફોન ઉપાડતા નથી કે કોઈ માહિતીની તેમને જાણ કરતા નથી. હું માગણી કરું છું કે આ અધિકારીઓ સામાન્ય લોકોના-કોર્પોરેટરના ફોન ઉપાડ્યા તે જણાવે એવો ભાજપના કોર્પોરેટરોએ બળાપો કાઢ્યો હતો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર