સુરતમાં ખુલ્યા થિયેટર, પરંતુ પ્રેક્ષકો થયા સિનેમાઘરથી દૂર

શનિવાર, 30 ઑક્ટોબર 2021 (18:49 IST)
કોરોના સંક્રમણ દરમિયાન પહેલા લોકડાઉનથી બંધ થયેલા મલ્ટીપ્લેક્સ(સિનેમાગૃહો) અનલોક પાંચમાં શરૂ થયા છે. આજથી શરૂ થયેલા મલ્ટીપ્લેક્સમાં કોઈ બોલિવૂડની નવી ફિલ્મ નહોતી દર્શાવવામાં આવી, ગુજરાતી ભાષાની સફળ ત્રણ ફિલ્મો બતાવવામાં આવી હતી. બપોરે ત્રણ વાગ્યા આસપાસ શરૂ થયેલી ફિલ્મમાં કમિટેડ દર્શકો ફિલ્મ જોવા આવ્યાં હતાં. આસપાસની સિટ ખાલી રાખીને ફિલ્મ બતાવવામાં આવી હતી. 
 
પડદા પણ થિયેટરમાં લોકોને જોઇને જાણે હરખાઇ રહ્યા હતા. થિયેટર સંચાલકો અને થિયેટર સાથે જોડાયેલા લોકોના ચહેરા પર આછુ ખુશીનું સ્મિત છે પણ એ ક્યાં સુધી રહેશે ? એ કહી શકાય તેમ નથી. કારણ કે કોરોનાને કારણે સિનેમા પર લાગેલુ ગ્રહણ દૂર તો થયુ પણ પ્રેક્ષકો સિનેમાથી વિમુખ થયા છે. ઉપરથી નવા પિક્ચરો નથી અને રાત્રિ શો થઇ શકે તેમ નથી. રવિવારે સુરતમાં માંડ એક-બે થિયેટરો ખૂલ્યા હતા. જો કે તેમાપણ પ્રેક્ષકોની ખુબ જ પાંખી હાજરી હતી.
 
મલ્ટીપ્લેક્સ સંચાલકોના જણાવ્યા પ્રમાણે દિવાળી વેકેશન દરમ્યાન નવી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં 100 ટકા પ્રેક્ષકો બેસાડવાની છૂટ ઈન્ડસ્ટ્રીને મળતા મોટી રાહત રહેશે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરો અને મલ્ટીપ્લેક્સ સંચાલકો અને થિયેટરમાલિકોની સૌથી મોટી ચિંતા એ છે કે પ્રેક્ષકો થિયેટરમાં મુવી જોવા આવી રહ્યા નથી. વીતેલા મહિનાઓમાં માંડ 30 ટકા જેટલા પ્રેક્ષકો સાથે સિનેમાઘરો ચાલ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર