પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આ સરકાર દર વખતે બે લાખ નોકરી આપવાનો વાયદો કરે છે. પરંતુ વર્ષો વિતી ગયા પછી પણ હજુ સુધી યુવાનોને નોકરી મળી નથી, ખુદ સરકારના આંકડા જ સાક્ષી પુરી રહ્યા છે. સરકારે 4 વર્ષમાં ફક્ત 1 લાખ નોકરી આપી છે. જ્યારે તેમની સરકારે 1996માં ફક્ત 1 વર્ષમાં જ 1 લાખ યુવાનોને સરકારી નોકરી આપી હતી.
ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ફરી એકવાર પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતા ભરત સિંહ સોલંકીએ પણ આ નિર્દેશ આપ્યા છે કે જો પાર્ટી હાઇકમાન્ડ કહેશે તો શંકર સિંહને ફરીથી પાર્ટીમાં સામેલ કરવામાં આવશે. બની શકે છે કે કોંગ્રેસમાં જવા માટે બાપૂએ મોદી સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો હોય અને સરકારના નિર્ણયોને લઇને ટ્વિટ કરીને પોતાને મોદી વિરોધી ગણાવવાનો પ્રયત્ન
કરી રહ્યા હોય.