ચીનને લઈને મોદીનો મુડ ખરાબ હોવાના ટ્રંપના દાવા પર ભારતે કહ્યુ કે બંને વચ્ચે બે મહિનાથી કોઈ વાત થઈ નથી

શુક્રવાર, 29 મે 2020 (12:03 IST)
ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી દીધો છે કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને ચીન વચ્ચેના 'મોટા મુકાબલા' અંગે પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન તેઓ સારા મૂડમાં નથી.
 
વિદેશ મંત્રાલયના સૂત્રોએ એએનઆઈને કહ્યું છે કે પીએમ મોદી અને યુએસ પ્રમુખ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં કોઈ સંપર્ક થયો નથી. તેમની વચ્ચે છેલ્લી વાતચીત 4 એપ્રિલ 2020 ના રોજ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન વિષય પર હતી. વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે આપણે સ્થાપિત મિકેનિઝમ્સ અને રાજદ્વારી સંપર્કો દ્વારા સીધા ચીનના સંપર્કમાં છીએ.
 
યુએસ પ્રમુખ ટ્રમ્પે શું કહ્યું
 
ગુરુવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે મોટો મતભેદ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે મને ભારતમાં પસંદ કરવામાં આવે છે. મને લાગે છે કે મને આ દેશમાં મીડિયા જેટલુ પસંદ કરે છે તેના અનેક ગણા કરતાં વધુ પસંદ મને ભારતમાં  કરવામાં આવે છે અને હું મોદીને પસંદ કરું છું. હુ તમારા વડા પ્રધાનને ખૂબ પસંદ કરુ છુ. તે ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. જ્યારે તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ભારત અનતચીન વચ્ચેની સરહદ પરની પરિસ્થિતિ અંગે ચિંતિત છે, તો રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે મોટુ ટેંશન છે. બે દેશ અને પ્રત્યેકની વસ્તી 1.4 અબજ,  બે દેશો કે જેની પાસે ખૂબ શક્તિશાળી સૈન્ય છે. ભારત ખુશ નથી અને સંભવત ચીન પણ ખુશ નથી.
 
ટ્રમ્પે કહ્યું કે હુ વડા પ્રધાન મોદી સાથે વાત કરી. ચીન સાથે જે ચાલી રહ્યું છે તેનાથી તેઓ ખુશ નથી. એક દિવસ પહેલા તેમણે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. ટ્રમ્પે બુધવારે ટ્વિટ કર્યું હતું કે તે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે,અને સક્ષમ છે.
 
આ ટ્વિટ પરના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે પોતાની રજુઆતને પુનરોચ્ચાર કરતા કહ્યું કે, મદદ માટે કહેવામાં આવે તો હું મધ્યસ્થી કરીશ. જો તેમને લાગે છે કે તે આવુ કરવાથી મદદ કરશે, તો હું તે કરીશ. પૂર્વી લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચેનો ગતિરોધ ચાલુ હોવાથી ભારતે ગુરુવારે કહ્યું હતું કે સરહદ પર તણાવ ઓછો કરવા ચીની પક્ષ સાથે વાતચીત ચાલી રહી છે. ભારતની આ સીધી બે ટૂંકને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ મુદ્દે રજુઆતને  એક પ્રકારનો અસ્વીકાર માનવામાં આવે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર